Gujarati News

Gujarati News

News of Tuesday, 29th December 2020

શહેરના વધુ ૩૦ સાયબર કાફેને ફાયર સેફટી NOC રિન્યુ કરાવવા નોટીસો

રાજકોટઃ શહેરની ઉદય કોવિડ હોસ્પિટલના અગ્નિકાંડ બાદ શહેરની તમામ હોસ્પિટલો, એપાર્ટમેન્ટ, કલાસીસ વગેરેમાં ફાયર સેફટી સાધનોનું કડક ચેકીંગ કરાઇ રહયું છે. ત્યારે આજે કાલાવડ રોડ, રૈયા રોડ, ડો.યાજ્ઞિક રોડ, ૧૫૦ ફુટ રીંગ રોડ, ગાયત્રી નગર સહિતનાં વિસ્તારમાં ૩૦ સાયબર કાફેને ફાયર સેફટીના એન.ઓ.સી. રીન્યુ ન થયેલ હોય તે અંગે નોટીસો અપાઇ હતી.

 

(12:51 pm IST)