Gujarati News

Gujarati News

News of Saturday, 29th December 2018

થર્ટી ફસ્ટ પૂર્વે દારૂની રેલમછેલ : સાયલા પાસે ૫૫ લાખના દારૂ સાથે જોગીન્દરસિંહ સરદાર પકડાયો

આરઆર સેલના પીએસઆઇ એમ.પી.વાળાની બાતમી : દારૂ મુંબઇથી પોરબંદર પહોંચાડવાનો હતો : રાજસ્થાનના પવનનું નામ ખુલ્યું

રાજકોટ : ૩૧મી ડિસેમ્બરની ઉજવણી પૂર્વે પોલીસ તંત્ર દ્વારા સઘન વાહન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. ત્યારે રાજકોટ રેન્જ આઇજી સંદિપસિંહએ સુચના આપતા આરઆર સેલના પીએસઆઇ એમ.પી.વાળા તથા દિપસિંહ ચીત્રા, સવજીભાઇ દાફડા, રવીભાઇ ભરવાડ, શકિતસિંહ ઝાલા, કૌશિકભાઇ મણવર તથા ધર્મેશદાન ગઢવી સહિત વાહન ચેકીંગમાં હતા ત્યારે અમદાવાદ તરફથી આવતી એમ.એચ.-૦૪ એફ.જે.૭૦૨૬ નંબરના ટ્રકને સાયલા પાસે રોકી તલાશી લેતા ટ્રકના કન્ટેનરમાંથી રૂ. ૫૫,૫૭,૮૦૦ની કિંમતની ૩૦૯૪૮ નંગ દારૂની બોટલ મળી આવતા કન્ટેનર ચાલક જોગીન્દરસિંહ સંતોકસિંહ સરદાર (રહે. કલમ પોલી, પનવેલ, મુંબઇ)ને પકડી લીધો હતો. પોલીસે તેની પૂછપરછ કરતા પોતે મુંબઇથી કન્ટેનરમાં દારૂનો જથ્થો ભરીને પોરબંદર જતો હતો અને દારૂનો જથ્થો રાજસ્થાનનો પવન નામના શખ્સે મોકલ્યો હોવાનું બહાર આવતા પોલીસે તેની શોધખોળ આદરી છે.(૨૧.૧૦)

(4:11 pm IST)