Gujarati News

Gujarati News

News of Saturday, 29th December 2018

ક્રાઇમ બ્રાંચના સ્ટાફ સાથે ફરજમાં રૂકાવટ કરનાર ત્રણ પકડાયા

ચોરીના આરોપીને ભગાડી દીધો'તોઃ કાયદાનું ભાન કરાવાયું

રાજકોટ, તા., ૨૯: મોરબી રોડ પર જુના જકાતનાકા  પાસે ૬ દિવસ પહેલા ક્રાઇમ બ્રાંચના સ્ટાફ સાથે ડખ્ખો કરી ફરજમાં રૂકાવટના ગુનામાં ક્રાઇમ બ્રાંચે ત્રણ શખ્સોને પકડી લીધા છે.

મળતી વિગતો મુજબ મોરબી રોડ ઉપર જુના જકાતનાકા પાસે છ દિવસ પુર્વે મોબાઇલની દુકાનમાંથી ચારેક લાખના મોબાઇલની ચોરી થઇ હોય આ ગુનાનો ભેદ ઉકેલવા ઉચ્ચ અધિકારીઓની સુચનાથી ડીસીબી પીઆઇ ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ આર.સી. કાનમિયા જગમાલભાઇ, સંતોષભાઇ, જયસુખભાઇ, મયુરભાઇ, સંજયભાઇ સહિતના પેટ્રોલીંગમાં હતા. દરમિયાન આ ગુનામાં રણજીત દેવીપૂજક નામનો શખ્સ સંડોવાયેલ હોય અને તે સંતકબીર રોડ ઉપર ભગીરથ સોસાયટી પાસે ઉભો હોવાની માહિતી આધારે દોડી જઇ તેને સકંજામાં લઇ પુછપરછ કરતા હતા ત્યારે લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા જેથી લોકોને પોતપોતાના ઘેર જવા પડકારો કરતા ત્યાં નજીકમાં રહેતો હરિ ભુરાભાઇ ટોળીયા ત્યાં આવ્યો હતો અને અહીં મારી દુકાન છે અહીંથી દૂર જવાનું કહીં માથાકુટ શરૂ કરી હતી એટલામાં નારણ છનાં ટોયટા અને પાર્થ હરિ ટોળિયા ત્યંા આવી ગયાહતા અને તેઓ પણ પોલીસ સાથે રકજક કરવા લાગ્યા હતા અનેકવાર સમજાવ્યા હોવા છતાં સમજયા ન હતા અને લાજવાને બદલે ગાજવા લાગ્યા હતા જેથી ત્રણેેક ભરવડા શખ્સો અને દેવીપૂજક શખ્સ સામે ફરજમાં રૂકાવટ અંગે ગુનો નોંધાવ્યો હતો અને તમામની ધરપકડ કરી કાયદાનું ભાન કરાવ્યું હતું.(૧.૩૧)

(3:54 pm IST)