Gujarati News

Gujarati News

News of Saturday, 29th December 2018

ધ ઔરા ઈન્ટીરીયર ડિઝાઈન સ્ટુડીયોને પ્રતિષ્ઠીત મોસ્ટ પ્રોમીસીંગ ઈન્ટીરીયર ડિઝાઈન સ્ટુડીયોનો એવોર્ડ

રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ રાજુભાઈ પોબા:ના ભત્રીજી અને બિલ્ડર છબીલભાઈની પુત્રી શૈલી ગણાત્રા તથા યુવા ઉદ્યોગપતિ કલ્પેશ ગણાત્રા ઉપર અભિનંદનવર્ષા

રાજકોટ,તા.૨૯: ઈન્ટીરીયર ડિઝાઈન ક્ષેત્રે રાજકોટને નામના મળી છે. હજુ એક વર્ષ પહેલા જ શ: થયેલ ધ ઔરા ઈન્ટીરીયર ડિઝાઈનર સ્ટુડીયોને પ્રતિષ્ઠીત એવા વર્ષના મોસ્ટ પ્રોમીસીંગ ઈન્ટીરીયર ડિઝાઈન સ્ટુડીયોનો એવોર્ડ એનાયત થયો છે. ઈન્ટીરીયર ડિઝાઈનર શૈલી કલ્પેશ ગણાત્રા પોતાના ક્ષેત્રમાં છેલ્લા ૧૫ વર્ષથી કાર્યરત છે. તેમણે કલ્પેશ ગણાત્રા સાથે મળીને 'ધ ઔરા ઈન્ટીરીયર ડિઝાઈનર સ્ટુડિયો'ની સ્થાપના ૨૦૧૭માં કરી હતી.

આ સ્ટુડિયો શ: કર્યાના ફકત આટલા ઓછા સમયમાં તેમણે ઘણી સફળતા મેળવી છે. રાજકોટ અને સમગ્ર ગુજરાતમાં ઘણા અવિસ્મરણીય રેસીડેન્સીયલ અને કોમર્શિયલ પ્રોજકટ્સ પૂરા કર્યા છે.

તેમના આ કામની નોંધ રાષ્ટ્રીયસ્તર પર પણ લેવામાં આવી છે. હાલમાં દિલ્હીમાં યોજાયેલા ગ્લોબલ બિઝનેસ એવોર્ડ્સ દ્વારા તેમના સ્ટુડિયોને 'મોસ્ટ પ્રોમિસિંગ ઈન્ટીરીયર ડિઝાઈન સ્ટુડિયો ૨૦૧૮'નો એવોર્ડ આપીને બંનેને સન્માનિત કરવામાં આવ્યા છે. આ એવોર્ડ તેમને ફેમસ બોલિવૂડ એકટ્રેસ સોહા અલી ખાનના (તસ્વીરમાં નજરે પડે છે)વરદ હસ્તે એનાયત કરવામાં આવ્યો છે. રાજકોટ માટે આ ખુબ જ ગર્વની વાત છે.

ચિ.શૈલી રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ અને રાજકોટ સટ્ટાબજારના પ્રેસીડન્ટ શ્રી રાજુભાઈ પોબા:ની ભત્રીજી અને જાણીતા બિલ્ડર શ્રી છબીલભાઇ પોબા:ની પુત્રી થાય છે. ચિ.કલ્પેશ ગણાત્રા રાજકોટના યુવા ઉદ્યોગપતિ છે. શૈલી અને કલ્પેશ ઉપર અભિનંદન વર્ષા  થઈ રહી છે.

આ અંગે વધુ વિગત માટે ધ ઔરા ઈન્ટીરીયર ડિઝાઈન સ્ટુડિયો, સાધુ વાસવાણી સ્કૂલ રોડ, રાજકોટ (મો.૯૫૫૮૦ ૮૯૦૩૮) ખાતે સંપર્ક કરી શકાય છે.

ઉકત તસ્વીરમાં સોહા અલીખાન, શૈલી ગણાત્રા અને કલ્પેશ ગણાત્રાને એવોર્ડ આપી રહેલા તથા બીજી તસ્વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા અને રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખશ્રી રાજુભાઈ પોબા: સાથે નજરે પડે છે. બન્ને યુવા દંપતિ ઉપર શુભેચ્છા વર્ષા થઈ રહી છે.(તસ્વીરઃ વિક્રમ ડાભી)

(11:52 am IST)