Gujarati News

Gujarati News

News of Friday, 29th December 2017

નેમિનાથ વીતરાગ જૈન સંઘ અને મહાવીર નગર સ્થા.જૈન સંઘ સંકલિત ૧૨ મુમુક્ષુઓનો અનુમોદના મહોત્સવ

સમસ્ત રાજકોટ સ્થાનકવાસી જૈન સમાજના ઉપક્રમે તા.૬ તથા ૭ જાન્યુઆરીએ : એક સાથે બાર - બાર મુમુક્ષુઓનું જાજરમાન અભિવાદન, દર્શનીય શોભાયાત્રા, સમૂહ સાંજી, ભકિત સંગીત, નવકારશી, સાધર્મિક ભકિત સહિતના અનેરા આયોજનો : જૈન સંઘોમાં અપૂર્વ ઉત્સાહ, બે દિવસ ધર્મનગરી રાજકોટ વૈરાગ્યમય બનશે

રાજકોટ, તા. ૨૯ : આગામી તા.૪/૨/૧૮ના પાવન દિવસે પૂ.ગુરૂદેવ નમ્ર મુનિ મ.સા.સમીપે પરમધામ,પડઘા મહારાષ્ટ્ર ખાતે સ્થાનકવાસી જૈન સમાજના ઈતિહાસમાં એક સૂર્વણ પૃષ્ઠ ઊમેરાશે.એક સાથે બાર - બાર મુમુક્ષુ આત્માઓ સારાય સંસારનો ત્યાગ કરી જૈન ભાગવતી દીક્ષા અંગીકાર કરી પ્રભુ મહાવીરના માર્ગે કદમ માંડશે.આ બાર - બાર મુમુક્ષુ આત્માઓનું સમગ્ર ભારતના વિવિધ સંઘોમાં શાહી સન્માન થઈ રહ્યું છે તે અંતર્ગત આગામી તા. ૬/૧/૧૮ અને ૭/૧/૧૮ એમ બે દિવસ ધર્મનગરી રાજકોટમાં મુમુક્ષુ આત્માઓ પધારી રહ્યાં છે. આ બાર મુમુક્ષુ આત્માઓમાંથી બે મુમુક્ષુ અંકિતાબેન વોરા મહાવીર નગર સંઘની દિકરી એવમ્ ચાર્મિબેન કામદાર નેમિનાથ - વીતરાગ સંઘ રાજકોટની જ દિકરી છે.જેથી રાજકોટ જૈન સમાજમા અનેરો અને અપૂર્વ ઉત્સાહ - ઉમંગ વર્તાય રહ્યો છે.

આ બારે બાર મુમુક્ષુ આત્માઓનું રાજકોટમાં જાજરમાન અભિવાદન કરવા માટે સમસ્ત રાજકોટ સ્થાનકવાસી જૈન સંઘોના અગ્રણીઓની મિટીંગ નેમિનાથ - વીતરાગ સ્થા.જૈન સંઘ તથા મહાવીરનગર સ્થા.જૈન સંઘ ખાતે યોજાયેલ..તા.૬/૧ તથા ૭/૧ બે દિવસ સંયમ અનુમોદના મહોત્સવ અંતર્ગત અનેકવિધ આયોજનો નક્કી થઈ રહ્યા છે તેમાં દર્શનીય સંયમ અનુમોદના શોભાયાત્રા,સમુહ સાંજી,ભકિત સંગીત,મુમુક્ષુ આત્માઓનું શાહી સન્માન, નવકારશી,સાધર્મિક ભકિત સહિતના કાર્યક્રમો યોજાશે.દરેક કાર્યક્રમોના સમય, સ્થળ હવે પછી જાહેર કરવામાં આવશે. મિટીંગમા વિવધ સમિતિઓની પણ રચના કરવામાં આવેલ છે.વિશેષ વિગત માટે નેમિનાથ - વીતરાગ સંઘના ભરતભાઈ દોશી (૯૮૨૪૨ ૦૦૬૭૦) તથા મહાવીર નગર સંઘના પ્રતાપભાઈ વોરા (૯૪૨૭૨ ૫૫૦૦૫) ઉપર સંપર્ક કરવા સમસ્ત સ્થાનકવાસી જૈન સંઘની યાદિમાં જણાવાયું છે.

બાર મુમુક્ષુ આત્માઓ

મુંબઈના દીક્ષાર્થી,

મુમુક્ષુ અવનિબેન પારેખ

મુમુક્ષુ પ્રફુલાબેન વેગડા

મુમુક્ષુ દિવ્યાબેન સોલંકી

મુમુક્ષુ છાયાબેન કક્કા

મુમુક્ષુ વીરાંશીબેન ભાયાણી

રાજકોટના દીક્ષાર્થી

મુમુક્ષુ ચાર્મીબેન કામદાર

મુમુક્ષુ અંકિતાબેન વોરા

અમદાવાદના દીક્ષાર્થી

મુમુક્ષુ પ્રિયલબેન બેલાણી

કોલકતાના દીક્ષાથી

મુમુક્ષુ હેતબેન મહેતા

ઝરીયા ના દીક્ષાર્થી

મુમુક્ષુ પરીધીબેન મહેતા

આકોલાના દીક્ષાર્થી

મુમુક્ષુ સલોનીબેન પારેખ

રાયપુરના દીક્ષાર્થી

મુમુક્ષુ ક્રિશ્ર્નાબેન પારેખ

(12:33 pm IST)