Gujarati News

Gujarati News

News of Tuesday, 29th November 2022

ચૂંટણી આચાર સંહિતાનો ભંગ થતો હોવાની ચૂંટણી અધિકારીને કોંગ્રેસ લીગલ સેલની અરજી

આજે સાંજે રાજકોટ-૭૦મા યોજાનાર સ્નેહમિલન અંગે

રાજકોટ તા. ર૯: ચુંટણી પુર્વે આજે સાંજે યોજાનાર શ્રી ગુર્જર સુથાર જ્ઞાતિના સ્નેહ મિલનમાં ચુંટણી આદર્શ આચાર સંહિતાના નિયમનો ભંગ થતો અટકાવવા કોંગ્રેસ પ્રદેશ લીગલ સેલના કન્વીનર જીજ્ઞેશ જોષીએ ચુંટણી અધિકારીને અરજી કરતાં ચકચાર જાગી છે.

અરજીમાં જણાવેલ છે કે, આગામી તા. ૧-૧ર-રર ના રોજ ચુંટણીનું મતદાન થવાનું છે ત્યારે આજે સાંજે પ-૦૦ કલાકથી તમામ પ્રકારની જાહેર મીટીંગ/સભાઓ પર ચુંટણી આદર્શ આચાર સંહિતાના નિયમો મુજબ પ્રતિબંધ લાગુ થાય છે.

આજરોજ સાંજે ૬-૦૦ કલાકે શ્રી ગુર્જર સુતાર જ્ઞાતી રાજકોટના નામથી સ્નેહમિલન કાર્યક્રમ તા. ર૯-૧૧-ર૦રર મંગળવાર પી. ડી. માલવીયા કોલેજ સામેના મેદાન રાજકોટ ખાતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રમેશ ટીલારાના સમર્થનમાં યોજવામાં આવેલ છે. જેની પત્રીકા આ અરજી સાથે સામેલ છે અને આ કાર્યક્રમ ભાજપના (બીજેપી)ના સમર્થનમાં યોજાય છે તેવી વાતચીતનો વ્હોટસએપ સ્કીન શહેર પણ આ અરજી સાથે રાખેલ છે. તેથી આજરોજ સાંજે પ-૦૦ કલાક પછીની કોઇપણ મીટીંગ કાયદાકીય દૃષ્ટિએ ગેરકાયદેસર હોવાથી આ પ્રકારની મીટીંગ ન થવા દેવા અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ લીગલ સેલના કન્વીનર જીજ્ઞેશ જોષીએ રાજકોટ-૭૦નાં ચુંટણી અધિકારીને અરજી કરતાં ભારે ચકચાર જાગી છે.

(4:34 pm IST)