Gujarati News

Gujarati News

News of Tuesday, 29th November 2022

ગીતા વિદ્યાલયમાં ભગવદ્દ ગીતા પારાયણઃ ૧૧૧ ભાવિકો દ્વારા સામુહિક સંપૂર્ણ ગીતાપાઠ પૂજન

શનિવારે ગીતાજયંતિ

રાજકોટઃ કુરુક્ષેત્રના યુદ્ધમેદાનમાં શ્રીકૃષ્‍ણે માગશર સુદ એકાદશીના દિવસે પોતાના શ્રીમુખેથી અર્જુનને ભગવદગીતાનો ઉપદેશ આપ્‍યો હતો, તેથી આ દિવસને ગીતા જયંતિ(ભગવદગીતાનો જન્‍મદિન) તરીકે ઓળખવામાં આવે છે. વિશ્વમાં કોઇ ગ્રંથ-પુસ્‍તકની જન્‍મજયંતિ ઉજવાતી હોય તેવો વિશ્વનો એક માત્ર ગ્રંથ ભગવદગીતા છે. વિશ્વનુે શ્રેષ્‍ઠ સંગીતમય કાવ્‍ય એટલે ભગવદગીતા

સમસ્‍ત ગીતા વિદ્યાલયોના અધિષ્‍ઠાતા બ્રહ્મલીન ભાગવતાચાર્ય શ્રીમનહરલાલજી મહારાજે આજથી ૭૨ વર્ષો પૂર્વે છોટી કાશી જામનગરમાંથી ગુંજતો કરેલો ગીતાનો નાદ આજે સૌરાષ્‍ટ્ર-ગુજરાતમાં ગીતાવિદ્યાલય સ્‍વરૂપે ગુંજી રહયો છે. તેમણે નાના-નાના બાળકો દ્વારા ગીતાજયંતિ મહોત્‍સવની ઉજવણીનો પ્રારંભ કર્યો. ત્‍યારથી આજ પર્યત જામનગર, રાજકોટ, ખાંડાધાર, ધારી, વડોદરા, કોસંબા(સુરત) વગેરે સ્‍થળોએ પ્રતિવર્ષ ભકિતભાવપૂર્વક ગીતાજયંતિ ઉજવાય છે. જે અંતર્ગત જંકશન પ્‍લોટ, પોલીસચોકી પાસે ગીતા વિદ્યાલય ટ્રસ્‍ટમાં  તા.૩ને શનિવારે ગીતા જયંતિએ સાંજે ૪.૩૦થી ૭.૩૦ દરમ્‍યાન ભગવદગીતાના અઢાર અધ્‍યાયના સંપૂર્ણ ગીતાપાઠના ભગવદગીતા પારાયણ યોજેલ છે.

ગીતા વિદ્યાલયના પ્રાર્થનાસત્‍સંગ સભાખંડમાં ૧૧૧ ભાવિકો શુદ્ધ ઉચ્‍ચાર સાથે સામૂહિક ગીતાપાઠ કરશે. ભાવિકોને ગીતાપાઠ માટે ગીતાજીનું પુસ્‍તક સંસ્‍થામાંથી આપવામાં આવશે. આ તકે ભગવદગીતાનું શાષાોકત પૂજન થશે. તેમજ ગીતાજી વિષે પ્રેરક ઉદબોધન, ગીતાપાઠને અંતે વિશ્વકલ્‍યાણની પ્રાર્થના થશે. ભાવિકોએ લાભ લેવા કૃષ્‍ણકુમાર મહેતા મો. ૯૮૯૮૩ ૧૮૨૮૬ની યાદીમાં જણાવાયુ છે.

(4:03 pm IST)