Gujarati News

Gujarati News

News of Tuesday, 29th November 2022

આનંદો નિર્વાણમાં ગીતા તથા નિવેદીતાજીના સ્‍વપ્‍ન સમુ ઓશો ગીતા ધ્‍યાન મંદિરનું પ્રથમ તબકકાનું કામ પૂર્ણ

ઓશો ગીતા ધ્‍યાનમંદિરની શુભેચ્‍છા મુલાકાતે આવેલો ઓશો વર્લ્‍ડ માસીક પત્રિકાના સંપાદક ચૈતન્‍ય કિર્તીજીઃ અઢી વર્ષ બાદ ‘ઓશો વર્લ્‍ડ' માસીક પત્રિકા ડીસે.થી નવ પ્રકાશીત થશે નવા વાર્ષિક મેમ્‍બરની નોંધણી ૧ ડિસે.થી શરૂ

રાજકોટઃ હાલ જે નવું ઓશો ગીતાધ્‍યાન મંદિર બની રહયુ છે તે માંયોગગીતા તથા માંયોગ નિવેદીતાજીની ઇચ્‍છા અનુસાર બની રહયુ છે. બન્ને બહેનો નાનપણથી જ ઓશો સાથે રહેલ. બન્ને અનમેરીડ હતી. અને નિવેદીતાજીમાં એજ ગીતામાને કહેલ કે રાજકોટ હવે મેગા સીટી થઇ ગયુ છે. ઓશો સન્‍યાશી તથા પ્રેમીઓની સંખ્‍યા રાજકોટમાં વધી ગઇ છે જેથી કરીને રાજકોટમાં હવે બીજા ઓશો ધ્‍યાનમંદિરની જરૂર છે. ત્‍યારે ગીતામાં અને સ્‍વામિ સત્‍યપ્રકાશ તથા નિવેદીતાજીને કહેલ કે તમો બન્ને ઓશો ગીતાધ્‍યાન મંદિર બનાવવાની જવાબદારી લ્‍યો અને રાજકોટમાં આ જગ્‍યા પર ઓશોનું બીજુ ધ્‍યાનમંદિર બનાવો

ઓશોએ પણ કહેલ કે મેડીટેશન ઇન માર્કેટ પ્‍લેસ સીટીમાં દરેક લતામાં દરેક એરીયામાં ધ્‍યાનમંદિર હોવા જોઇએ. ઓશોના સ્‍વપ્‍નને સાકાર કરવા માટે માંયોગ નિવેદીતાજી તથા સ્‍વામિ સત્‍યપ્રકાશે આ ભગીરથ કાર્યની જવાબદારી લીધેલ છે.

આ ભગીરથ કાર્ય માટે ઓશો પ્રેમી મહેશભાઇ ગધેથરીયાએ ઓશો ગીતા ધ્‍યાનમંદિર ટુંક સમયમાં કમ્‍પલીટ કરી આપવાની સંપૂર્ણ જવાબદારી લીધેલ છે. સ્‍વ.શ્રી શાંતાબેન રામજીભાઇ નંદાણી એજયુકેશન એન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટના ટ્રસ્‍ટીઓ શ્રીસ્‍વામિ સત્‍યપ્રકાશ, શ્રીઉમેશભાઇ નંદાણી, ગીરીષભાઇ પ્રજાપતિ (સ્‍વામિ આનંદપારસ) દિનેશભાઇ ચાંગાણી(સ્‍વામિ આનંદપ્રેમ) તથા અન્‍ય ઓશો પરિવાર સમગ્ર ટ્રસ્‍ટીગણ આ ભગીરથ કાર્ય કરી આપવા માટે મહેષભાઇ ગધેથરીયાનો આભાર માને છે.

હાલમાં થોડા સમય પહેલા રાજકોટમાં ઓશો ધ્‍યાનશિબિરનું સંચાલન કરવા માટે ઓશો વર્લ્‍ડ પત્રિકાના સંપાદક શ્રીચૈતન્‍ય કિર્તીજી આવેલા ત્‍યાર તેઓ શ્રી ઓશો ગીતા ધ્‍યાન મંદિરની શુભેચ્‍છા મુલાકાતે આવેલા ત્‍યારે કહેલ કે રાજકોટમાં આ એરિયામાં ઓશો ધ્‍યાનમંદિર થશે તે હવે સીટીમાંજ થશે. જેથી વધારેમાં વધારે લોકો ધ્‍યાન કરવા આવી શકે. ગીતાધ્‍યાન મંદિરની મુલાકાતે આવેલ ચૈતન્‍ય કિર્તીજીએ સૌને આ કાર્ય માટે સાથ આપવા કરેલ અને જ ેપક્ષ લોકો આ કાર્યમાં જોડાયેલા છે તેમનો આભાર માનેલો

બીજુ ખાસ જણાવેલ કે અઢી વર્ષ પહેલા કોરોના પરિસ્‍થિતિને અનુલક્ષીને ઓશો જગતનું માસીક મેગેઝીન ઓશો વર્લ્‍ડનું પ્રકાશન બંધ કરવુ પડેલ હવે ડિસેમ્‍બરથી રાબેતા મુજબ પ્રકાશીત કરવા જઇ રહયા છે. ઓશો વર્લ્‍ડ માસીક મેગેઝીનની વાર્ષિક મેમ્‍બરશીપ તથા છુટક માટે આપ ઓશો સત્‍યપ્રકાશ ધ્‍યાનમઁદિરનો કોન્‍ટેકટ કરી શકો છો. વિશેષ માહિતી તથા ઓશો વર્લ્‍ડના વાર્ષિક મેમ્‍બર માટે સ્‍વામિ સત્‍યપ્રકાશઃ ૯૪૨૭૨ ૫૪૨૭૬/ સંજીવ રાઠોડઃ ૯૮૨૪૮ ૮૬૦૭૦

(4:02 pm IST)