Gujarati News

Gujarati News

News of Tuesday, 29th November 2022

ગોંડલમાં પરિવર્તન મારી આખરી ઇચ્‍છા : મહિપતસિંહ જાડેજા

રાજકોટ, તા. ર૯ :  રીબડા ગ્રૃપના વડીલ ૯૦ વર્ષીય મહિપતસિંહ જાડેજાએ પત્રકાર પરિષદમાં અપીલ કરી હતી કે, ગોંડલમાં રાજનૈતિક પરિવર્તન મારી આખરી ઇચ્‍છા છે.  શ્રી જાડેજાએ કહ્યું હતું કે, હું ધારાસભ્‍ય સહિતના પદે રહ્યો છું. ભ્રષ્‍ટાચાર નથી કર્યો. હું ક્ષત્રિય સમાજને અને ગોંડલ પંથકના લોકોને અપીલ કરું છું કે, આ વખતે રાજકીય પરિવર્તન કરો. ગોંડલ બેઠક પર ભાજપને બદલે કોંગ્રેસને મત આપો આ મારી આખરી ઇચ્‍છા છે. 

(3:51 pm IST)