Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

મનપા દ્વારા સ્વચ્છ ઇનોવેટીવ ટેકનોલોજી ચેલેન્જનું આયોજન

રાજકોટ, તા., ૨૯:  સ્વચ્છ ભારત મિશન-૨.૦ અંતગર્ત સ્વચ્છ સર્વેક્ષણ–૨૦૨૨ને ધ્યાને લઈને સમાજમાં સ્વચ્છતા અંગે જાગૃતિ કેળવવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છ ઇનોવેટિવ ટેકનોલોજી ચેલેન્જનું આયોજન કરવામાં આવેલ છે.

આ સ્પર્ધામાં શહેરના કોઈપણ નાગરિકો, NGOS અને અન્ય કોઇ નાગરિક જૂથ તરફથી સોલિડ/લિકિવડ વેસ્ટ મેનેજમેન્ટના ઇનોવેટીવ સોલ્યુશન અથવા સોલિડ/લિકિવડ વેસ્ટ મેનેજમેન્ટમાં રીયલ ટાઈમ મોનીટરીંગ અથવા જાહેર ફરિયાદોના વાસ્તવિક સમયના ઉકેલનું (REAL TIME SOLUTION OF PUBLIC GRIEVANCES APP.) સંચાલન કરવા માટેની કોઈપણ એપ્લિકેશન અથવા કાર્યક્ષમ સ્વચ્છ ભારત મિશન કામગીરીમાં શહેરને મદદ કરતી અન્ય કોઈપણ ઉકેલ વ્યવસ્થા માટેની અરજીઓ સ્વીકારવામાં આવશે.

આ સ્વચ્છ ઇનોવેટિવ ટેકનોલોજી ચેલેન્જમાં રાજકોટના કોઈપણ નાગરીક ભાગ લઇ શકશે અને તેમાં કોઈપણ વયમર્યાદા નથી. સ્વચ્છ ઇનોવેટિવ ટેકનોલોજી ચેલેન્જ ભાગ લેનારને પ્રથમ, દ્વીતીય અને તૃતીય નંબર આપવામાં આવશે. આ સ્વચ્છ ઇનોવેટિવ ટેકનોલોજી ચેલેન્જમાં ભાગ લેવા માટે રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ WWW.RMC.GOV.IN ઉપરથી ઓનલાઈન ફોર્મ ભરી શકશે. સ્વચ્છ ઇનોવેટિવ ટેકનોલોજી ચેલેન્જમાં ભાગ લેવા માટેની અંતિમ તારીખ ૧૦/૧૨/૨૦૨૧ રહેશે. વધુ માહિતી માટે રાજકોટ મહાનગરપાલિકા શ્રી હરીસિંહજી ગોહીલ વિભાગીય કચેરી સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ રૂમ નં.૦૬ વેસ્ટ ઝોન પરથી સંપર્ક કરવાનો રહેશે અથવા ઈ-મેલ આઈ.ડી. dutuvar@rmc.gov.in પર સંપર્ક કરવાનો રહેશે આ સ્વચ્છ સ્પર્ધાનો આખરી નિર્ણય મ્યુનિ. કમિશનરશ્રી હસ્તગત SWM કમિટીનો રહેશે.

(3:58 pm IST)