Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

શરદી-તાવના ૯૦૦ કેસ : મચ્છરજન્ય રોગચાળો કાબુમાં

છેલ્લા સપ્તાહમાં ડેંગ્યુ -૧૫, મેલેરિયાના માત્ર ૧ અને ચિકનગુનિયાના ૩ કેસ નોંધાયા : મચ્છરોમાં ઉપદ્રવ અંગે ૧,૧૨૯ ને નોટીસ : ૧૫ હજારનો દંડ

રાજકોટ તા. ૨૯ : શહેરમાં કોરોના હવે લગભગ કાબુમાં આવી ગયો છે પરંતુ  છેલ્લા ૭ દિવસમાં ડેન્ગ્યુ, મેલેરિયાના ૧૯ કેસ નોંધાયા છે.  જયારે શરદી-ઉધરસ, ઝાડા-ઉલટીના ૯૦૦ તેમજ ડોગ બાઇટના ૨૯૧ કેસ નોંધાયા.

આ અંગે મ્યુ. કોર્પોરેશનની સત્તાવાર માહિતી મુજબ તા. ૨૨ થી તા. ૨૮ સુધીમાં વિવિધ રોગચાળાના નોંધાયેલ કેસની વિગત આ મુજબ છે.

મચ્છરજન્ય રોગચાળાના ૧૯ કેસ

ડેન્ગ્યુના ૧૫ તથા મેલેરિયાના ૧ તથા ચિકનગુનિયાના ૩ કુલ ૧૯ કેસ નોંધાતા સીઝનના ડેન્ગ્યુના ૪૦૧, મેલેરિયાના ૫૪ તથા ચિકનગુનિયાના ૩૨ કેસ નોંધાયા છે.

૨૯૧ ડોગબાઇટના કેસ

છેલ્લા અઠવાડીયામાં મ.ન.પા.નાં આરોગ્ય કેન્દ્રોમાં કુતરા કરડવાના ૨૯૧ કેસ નોંધાયા છે. જે અસામાન્ય કહી શકાય તેમ હોય આ બાબત ચિતાજનક બની છે.

શરદી-તાવનાં ૯૦૦થી વધુ કેસ

દરમિયાન અન્ય રોગચાળો પણ યથાવત હોવાનું નોંધાયુ છે કેમ કે તા. ૨૨ થી ૨૮ નવેમ્બર દરમિયાન શરદી-ઉધરસના કેસ ૫૬૩ તેમજ સામાન્ય તાવના ક ૩૨૪ અન ઝાડા ઉલ્ટીના કેસ ૨૯ તથા ટાઇફોડના ૧ કેસ સહિત કુલ ૯૧૭ જેટલા દર્દીઓ નોંધાયા હતા.

મચ્છરો માટે ૧૫,૦૦૦નો દંડ

આ રોગચાળા દ્વારા ઉભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્તરે ઘનિષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. વાહકનિયંત્રણની કામગીરી હેઠળ તા.૧૨ થી તા.૨૮ દરમ્યાન પોરાનાશક કામગીરી હેઠળ ૫૦,૦૦૦ ઘરોમાં પોરાનાશક કામગીરી કરેલ છે. તથા ૪૦૨૩ ઘરોમાં ફોગીંગ કામગીરી કરેલ છે. રહેણાંક સહિત મચ્છર ઉત્પતિ દેખાતા ૧૧૨૯ લોકોને નોટીસ આપી રૂ. ૧૫.૦૯૦ નો વહીવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે.

(3:35 pm IST)