Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

જુની પેન્શન યોજના પૂનઃ લાગુ કરો : હાલ NPS હેઠળ નિવૃત્ત થતા કર્મચારીઓને માંડ ર હજાર જેટલુ મેળતુ પેન્શન

ર૦૦પની નવી વર્ધિત પેન્શન યોજનામાં મોંઘવારી ભથ્થા કે નવા પગાર પંચનો લાભ મળતો નથી : સૂત્રોચ્ચાર સાથે ટીમ ઓપ્સ-ગુજરાત દ્વારા કલેકટરને આવેદન

રાજકોટ, તા. ર૯ :  ટીમ-ઓપ્સ-ગુજરાતના એમ.બી. જાડેજા તથા અન્ય કર્મચારીઓએ કલેકટરને આવેદન પાઠવી જુની પેન્શન યોજના ને પુનઃલાગુ કરવા માંગણી કરી હતી.

આવેદનમાં ઉમેયુ હતું કે ગુજરાત સરકાર દ્વારા નાણા વિભાગના સંદર્ભદર્શિત ઠરાવથી તા. ૦૧-૦૪-ર૦૦પ અથવા ત્યારબાદ ગુજરાત સરકારશ્રીમાં નિમણુંક પામેલ વર્ગ-૧ થી ૪ સંવર્ગના અધિકારી/કર્મચારીઓ માટે કેન્દ્ર સરકારના ધોરણે નવી વર્ધિત પેન્શન યોજના ફરજિયાતપણે લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવેલ. પરંતુ એન.પી.એસ. એ એક અસુરક્ષિત અને શેર બજાર આધારિત યોજના છે. સદર યોજના અંતર્ગત કર્મચારી/ અધિકારી અને ગુજરાત સરકારના ૧૦% (કેન્દ્ર સરકારના ૧૪%) લેખે નાણાનું રોકાણ અત્યંત અસ્થિર અને અણધાર્યા એવા શેરબજારમાં થતું હોઇ તે જાહેર હિતમાં કે કર્મચારીના હિતમાં જણાતુ નથી. જેમાં વયનિવૃત્તિ બાદ ખુબ જ નજીવું પેન્શન બાંધવામાં આવે છે. જેમકે તાજેતરમાં જે એન.પી.એસ. હેઠળ વયનિવૃત્ત/ અવસાન થઇ રહ્યા છે તેવા એન.પી.એસ. ધારકો/વારસોને રૂ. ર૦૦૦/- થી પણ ઓછું એવું નજીવું પેન્શન બંધાઇ રહ્યું છે. જેનાથી વૃધ્ધાવસ્થામાં જીવનનિર્વાહ કરવું ખુબ જ કપરૃં છે. વળી આ પેન્શન યોજનામાં મોંઘવારી ભથ્થા કે નવા પગારપંચનો પણ લાભ મળતો નથી. ઉપરોકત અવસાનના કિસ્સા અંતર્ગત કેન્દ્ર સરકાર વર્ષ-ર૦૦૯માં એન.પી.એસ. ધારકના કુટુંબને ફેમીલી પેન્શન આપવાનું શરૂ કરેલ છે. જેનો ગુજરાત સરકાર દ્વારા આજ દિન સુધી અમલ કરવામાં આવેલ નથી.

મુળભુત રીતે પેન્શનનો અર્થ  થાય છે. એટલે કે જે તે કર્મચારી કઇ રીતે  સન્માનપૂર્વક જીવન ગુજારી શકે તે એક પ્રશ્નાર્થ છે. આથી એન.પી.એસ. આર્ટીકલ-ર૧ હેઠળ મળેલ મુળભૂત અધિકારના ભંગ સમાન છે. સરકારી પેન્શનરો એકસમાન વર્ગના છે. જેઓને લાભ આપવાનો હેતુથી પેટા જુથોમાં વહેંચી શકાય નહીં. સુપ્રીમ કોર્ટ મુજબ સમાન કામ સમાન વેતન તે જ રીતે સમાન પેન્શન મળવું જોઇએ.

ગુજરાત ફિકસ પગારની ભરતીની જેમ જ એન.પી.એસ. નિયત પેન્શનની વિભાગના પર જ આધારિત છે અને તેથી તે મનસ્વી અને ભેદભાવ પૂર્ણ છે. માત્ર ને માત્ર આ ફિકસ પગારની પોલીસીને કારણે જ ગુજરાતમાં તા. ૦૧-૪-ર૦૦પ પૂર્વ નિમણુંક પામેલા હજારો કર્મચારીઓને જુની પેન્શનની જગ્યાએ એન.પી.એસ. લાગુ થયેલ છે. હકિકતે આવા કર્મચારીઓને કેન્દ્ર સરકારના તા. ૧૭-૦ર-ર૦ર૦ ના જાહેરનામાની જોગવાઇઓના ધોરણે પુનઃ ઓપીએસ મળવા પાત્ર છે.

(3:00 pm IST)