Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

સુભાષનગર વિસ્તારમાં ડામર રીકાર્પેટ કામનો પ્રારંભ : નિતીનભાઇ ભારદ્વાજના હસ્તે ખાતમુહૂર્ત

રાજકોટ : પ્રદેશ ભાજપ અગ્રણીય નિતિનભાઈ ભારદ્વાજના હસ્તે વોર્ડ નં.૨માં સુભાષનગર પાર્ટ વિસ્તારમાં ડામર રીકાર્પેટ કામનું ખાતમુહુર્ત કરાયું. આ કામગીરીથી વિસ્તારવાસીઓને વધુ સારા રસ્તાની સુવિધા મળી રહેશે. આ પ્રસંગે વોર્ડ નં.૨ના કોર્પોરેટર તથા ડે.મેયર દર્શિતાબેન શાહ, વોર્ડ નં.૨ના કોર્પોરેટર તથા સ્થાયી સમિતિના સભ્ય મનીષભાઈ રાડીયા તથા જયમીનભાઇ ઠાકર તથા વોર્ડ નં.૨ના કોર્પોરેટર મીનાબા જાડેજા વોર્ડ નં.૨ના પ્રભારી મનુભાઈ વઘાસીયા, શિક્ષણ સમિતિ ચેરમેન અતુલભાઈ પંડિત, વોર્ડ નં.૨ના પ્રમુખ રાજેન્દ્રસિંહ ગોહિલ, વોર્ડ નં.૨ના મહામંત્રી દશરથભાઈ વાળા તથા ભાવેશભાઈ ટોયટા તથા વોર્ડ અગ્રણી ધર્મેન્દ્રભાઈ મિરાણી, અનિલભાઈ મકવાણા, ગુલાબસિંહ જાડેજા, સંજયભાઈ મિયાત્રા, જયભાઈ દવે, જે.ડી. ઉપાધ્યાય, ઈલુભાઈ કાસવાણી, ફારૂકભાઈ કટારીયા, રાજુભાઈ પારેખ, જયંતિભાઈ બુધેલીયા, ગૌતમભાઈ વાળા, હોજેફાભાઈ સાકીર, ભાગવતભાઈ શર્મા, પૃથ્વીરાજસિંહ વાળા, અજયસિંહ જાડેજા, મિથુનભાઈ, દિપકભાઈ ભટ્ટ, આશિષભાઈ દવે, ભરતભાઈ કાઠી, પંકજભાઈ જોષી, કમલેશભાઈ રાઠોડ, નિલેશભાઈ તૈરેયા, જયરાજસિંહ જાડેજા, જસ્મીનભાઈ ગઢવી, જય સોમમાણેક, નિલેશભાઈ સિધ્ધપુરા, લીલાબા જાડેજા, દીપાબેન કાચા, જસુમતીબેન વસાણી, માધવીબેન, દેવ્યાનીબેન, સીમાબેન, ભાવનાબેન, અમીબેન, શ્રધ્ધાબેન વિગેરે ઉપસ્થિત રહેલ.

(2:58 pm IST)