Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

અક્ષરનિધિ શરાફી મંડળીના માલીક સામે એક લાખ ૮૦ હજારના ચેક રીટર્નની ફરીયાદ

રાજકોટ, તા.૨૯: અત્રે અક્ષરનિધી શરાફી મંડળીના માલીક વિરૂધ્ધ ચેક રીટર્નની ફરીયાદ થતાં કોર્ટ હજાર થવા હુકમ કરેલ છે.

 આ કેસની વિગત એવી છે કે, રાજકોટના સંત કબીર રોડ ઉપર આવેલ મેહુલનગરમાં રહેતા કાંતીલાલ રામજીભાઇ પરમાર એ વર્ષ-૨૦૧૯માં અક્ષરનિધી શરાફી સહકારી મંડળ લી.ના માલીક રાજેશકુમાર સામતભાઇ ચાવડા રહે.ગુંજન પાર્ક, શેરી નં.૧૫, આલાપ સેન્ચ્યુરી પાછળ, કાલાવડ રોડ, રાજકોટ વાળાને ૧૭ વર્ષથી એજન્ટ હોવાના સંબંધે ઉછીના પેટે રોકડા રૂ.૧,૮૦,૦૦૦/ અંકે રૂપિયા એક લાખ એંશી હજાર પુરા આપેલા હતા. જે રકમ પરત માંગતા રાજેશકુમાર ચાવડાએ તેમના ખાતાવાળી સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક, કોઠારીયા રોડ બ્રાંચ, રાજકોટનો ચેક આપેલ જે ચેક ફરીયાદીએ તેમની બેંકમા ડીપોઝીટ કરતા સદહું ચેક ફન્ડસ ઇન્સફીસીયન્ટના શેરા સાથે પરત ફરેલ.

આમ ફરીયાદીએ આ ચેક બિન ચુકતે પરત ફરતા આ કામના આરોપીને ઉપરોકત રકમ ચુકવી આપવાની નોટીસ મોકલાવેલી આમ છતા આ કામના આરોપીએ કોઇ જવાબ આપેલ નહી તેથી આ કામના ફરીયાદીએ તેમના વકીલ મારફત અક્ષરનિધી શરાફી સહકારી મંડળી લી.ના માલીક રાજેશકુમાર સામતભાઇ ચાવડા સામે ધી નેગોશીયેબલ ઇન્સટ્રુમેન્ટ એકટની કલમ ૧૩૮ હેઠળ રાજકોટની સ્પેશીયલ નેગોશીયેબલ કોર્ટમાં આરોપી વિરૂધ્ધ ફોજદારી ફરીયાદ દાખલ કરતા આરોપી રાજેશકુમાર સામતભાઇ ચાવડાને કોર્ટમાં હાજર થવા અંગેનો સમન્સ ઇસ્યુ કરેલ છે આ કેસમાં ફરીયાદી તરફે વકીલ શ્રી અતુલ  સી.ફળદુ રોકાયેલ છે.

(2:53 pm IST)