Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

સગીરાનું અપહરણ કરી દુષ્કૃત્ય આચરવા અંગે પકડાયેલ આરોપીની જામીન અરજી રદ

રાજકોટ,તા. ૨૯ : અત્રે દુષ્કૃત્ય આરોપીની જામીન અરજી રદ કરવાનો સેસન્સ કોર્ટે હુકમ કર્યો હતો.

ગત તા.૨-૧૨-૨૦ના રોજ રાજકોટ તાલુકાના ગામમાંથી સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી જઇ તેની સાથે દુષ્કૃત્ય કરવાના ગુન્હામાં આરોપી નિતેશ રમેશભાઇ જેસાણી રહે. નવાગામ બામણબોર તા.જી. રાજકોટ વાળાની પોલીસે ધરપકડ કરી જેલ હવાલે કરેલ.

જેલમાંથી આરોપીએ જામીન ઉપર છુટવા સેસન્સ કોર્ટમાં જામીન અરજી કરતા સરકાર તરફે સરકારી વકીલ હાજર થઇ જામીન અરજીનો વિરોધ કરતા રજુઆત કરેલ કે આરોપી સામે સમાજ વિરૂધ્ધી ગુન્હા છે. અને આવા ગુન્હા રોજબરોજ ખૂબ જ વધતા જાય છે. આવા આરોપી ને જામીન આપવામાં આવશે તો ફરી આવા ગુન્હા કરશે તેવી રજુઆત કરેલ તેને ધ્યાને લઇ સેસન્સ જજ શ્રી કે.ડી.દવેએ આરોપીની જામીન અરજી રદ કરેલ છે.

આ કામમાં સરકાર તરફે સરકારી વકીલ મુકેશભાઇ પીપળીયા રોકાયેલ હતા.

(2:52 pm IST)