Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

કાપડના વેપારી દ્વારા થયેલ ચેક રિટર્નની ફરીયાદમાં આરોપીને એક વર્ષની સજા

રાજકોટ, તા.ર૯ : રાજકોટના કાપડના વેપારી પાસેથી લીધેલ હાથ ઉછીની રકમ પરત ચૂકવવા આપેલ રૂ.એક લાખનો ચેક પરત ફરવાના ગુનામાં કોર્ટે આરોપીને ૧-વર્ષની સજા અને વળતર ચૂકવવા હુકમ કર્યો છે.

આ કેસની હકિકત મુજબ અક્ષય એમ. અઢીયા પાસેથી હાથ ઉછીની લીધેલ રકમ આરોપી દિપકભાઈ પ્રાગજીભાઈ વાઘેલા, રહે. 'આદર્શ ડ્રીમ', બી-૫૦૧, કસ્તુરી રેસીડેન્સીની બાજુમાં, જીવરાજ પાર્ક, કાલાવાડ રોડ, રાજકોટવાળાએ ફરીયાદી પાસેથી હાથ ઉછીની રકમ રૂ.૧,૦૦,૦૦૦/- લીધેલ હતી. હાથ ઉછીની લીધેલ રકમ પેટે આરોપીએ ફરીયાદીને ચેક આપેલ હતો. તે ચેક ફરીયાદીએ નિયત કરેલ સમયે પોતાની બેંકમાં જમાં કરાવતા તે ચેક 'અન સફીશીયન્ટ'' ના શેરા સાથે પરત ફરેલ હતો. જે ચેક પરત ફરતા ફરીયાદીએ તેમના એડવોકેટ મારફત દિપકભાઈ પ્રાગજીભાઈ વાઘેલાને નોટીસ મોકલેલ, પરંતુ નોટીસનો જવાબ ન મળતાં ફરીયાદીએ ચેક રીટર્નની ફરીયાદ રાજકોટના જયુડી. મેજી. શ્રીની કોર્ટમાં વર્ષઃ ર૦૧૮ માં ફરીયાદ દાખલ કરેલ હતી. જે સ્પેશ્યલ નેગોશીયબલ કોર્ટમાં ફરીયાદ ચાલી જતાં, આરોપી અદાલત સમક્ષ હાજર થયેલ હતાં.

આ સમય દરમ્યાન કોર્ટે દસ્તાવેજી પુરાવાઓને ધ્યાને લઈ આગળની કાર્યવાહી ચાલુ રાખતાં, ફરીયાદી પક્ષે રોકાયેલ 'કોટેચા એસોસીએટસ' ના એડવોકેટસ દ્વારા અલગ અલગ વડી અદાલતોના જજમેન્ટસ રજી કરાયા હતાં, તેમજ ફરીયાદીનું કાયદેસરનું લેણું છે તેના પુરાવાઓ કોર્ટ સમક્ષ રજુ કરી રજુઆત કરેલ હતી. જેને ધ્યાને લઈ કોર્ટે આરોપી દિપકભાઈ પ્રાગજીભાઈ વાઘેલાને ૧-વર્ષની સાદી કેદ તેમજ ચેકની રકમ રૂ.૧,૦૦,૦૦૦/ની રકમ ૩૦-દિવસમાં ચુકવી દેવાનો હુકમ તા.ર૧-૧૧-ર૦ર૧નાં રોજ ફરમાવેલ છે. જો આ કેસમાં દિવસ-૩૦માં ચેક મુજબની રકમ ચૂકતે ન કરે તો આરોપીને વધુ ૬- માસની કેદનો હુકમકરવામાં આવેલ છે.

આ કેસમાં ફરીયાદી વતી 'કોટેચા એસોસીએટસ'' ના એડવોકેટસ વિશાલ એન. કોટેચા, ઉપરાંત બીપીન આર. કોટેચા, નિમેષ એન. કોટેચા તથા અંકુર બી. કોટેચા રોકાયેલ હતાં.

(2:45 pm IST)