Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

રાજકોટ નજીક નર્સિંગનો અભ્યાસ કરતી ઉના પંથકની છાત્રા સગર્ભા બનીઃ કોૈટુંબીક કાકાએ બળજબરી કર્યાનો આક્ષેપ

રાતે હોસ્ટેલમાં હતી ત્યારે પેટમાં દુઃખાવો ઉપડતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇઃ ઝનાના વિભાગમાં તપાસ દરમિયાન પેટમાં પાંચ માસનો ગર્ભ હોવાનું જણાતાં પોલીસને જાણ કરાઇઃ ઉના પોલીસ કાર્યવાહી કરશે

રાજકોટ તા. ૨૯: ઉના પંથકમાં રહેતી અને રાજકોટ નજીક આવેલી કોલેજમાં નર્સિંગનો અભ્યાસ કરતી પુખ્તવયની યુવતિને રાતે કોલેજની હોસ્ટેલમાં હતી ત્યારે પેટમાં દુઃખાવો ઉપડતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં ઝનાના વિભાગમાં તપાસ થતાં તેણીના પેટમાં પાંચેક માસનો ગર્ભ હોવાનું જણાતાં તબિબે પોલીસે કેસ જાહેર કર્યો હતો. યુવતિએ પોતાની સાથે વતનમાં હતી ત્યારે કોૈટુંબીક કાકાએ જ બળજબરી કરી લીધાનો આક્ષેપ કરતાં આ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે ઉના પોલીસને જાણ કરી છે. પ્રાપ્ત માહિતી મુજબ રાજકોટ નજીક આવેલી કોલેજમાં રહી નર્સિંગનો અભ્યાસ કરતી એક પુખ્ય વયની છાત્રાએ ગત રાતે પોતાને પેટમાં દુઃખે છે તેવી ફરિયાદ કરતાં હોસ્ટેલ સંચાલક મારફત તેણીને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં અહિ તેણીને ઝનાના વિભાગમાં તપાસ માટે લઇ જવામાં આવી હતી. ત્યાંના તબિબે તપાસ કરતાં પેટમાં પાંચેક માસનો ગર્ભ હોવાનું જણાયું હતું. આથી કોલેજમાંથી યુવતિની સાથે આવેલા સ્ટાફ દ્વારા યુવતિના વાલીને જાણ કરવામાં આવતાં રાતોરાત તેઓ રાજકોટ દોડી આવ્યા હતાં.

તેણે પુછતાછ કરતાં યુવતિએ પાંચેક મહિના પહેલા પોતે વતનમાં હતી ત્યારે કોૈટુંબીક કાકાએ બળજબરી કરી લીધાનું કહેતાં તબિબે પોલીસ કેસ જાહેર કરતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે એન્ટ્રી નોંધી ઉના પોલીસને જાણ કરી છે. ઉના પોલીસ આ મામલે આગળની કાર્યવાહી કરશે.

(11:24 am IST)