Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

ભારત-તિબ્‍બત સંઘના જીલ્લા ઉપાધ્‍યક્ષ પદે લતાબેનની વરણી

રાજકોટઃ. ભારત-તિબ્‍બત સંઘના પ્રદેશ અધ્‍યક્ષ મહિલા વિભાગ, ડો. મૃણાલીનીબેનની યાદી મુજબ ભારત-તિબ્‍બત સંઘએ ભારત અને તિબ્‍બતના સંબંધોને મજબૂત બનાવવા માટે સંકલન અને સમન્‍વય કરતી નોનપ્રોફીટ ઓગેનાઈઝેશન (સંગઠન) છે. જેનો ઉદ્દેશ તિબ્‍બતનું સમર્થન અને તેની આઝાદી માટે અને કેલાસ માનસરોવરની મુકિત અને ભારતની સુરક્ષા માટેનો છે. વર્તમાનમાં ભારત-તિબ્‍બત સંઘના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ ભારતની સુપ્રિમ કોર્ટના સેવા નિવૃત ન્‍યાયાધીશ જ્ઞાનસુદ્ધા મિશ્રા અને રાષ્‍ટ્રીય ઉપાધ્‍યક્ષ આનંદ વર્ધન શુકલા અને ઉપાધ્‍યક્ષ તરીકે સેવા નિવૃત એરવાઈસ માર્શલ ઓ.પી. તિવારીજી અને સેવા નિવૃત મેજર જનરલ નિલેન્‍દ્રકુમારજી અને મહામંત્રી તરીકે તથા રાજસ્‍થાન હાઈકોર્ટના વરિષ્‍ઠ ધારાશાસ્‍ત્રી સૌરભ સારસ્‍વત છે. ભાવેશ જોષી (બાપજી) પ્રદેશ અધ્‍યક્ષ ગુજરાત પ્રાંત અને ડો. મૃણાલીની ઠાકર પ્રદેશ અધ્‍યક્ષ મહિલા વિભાગ ગુજરાત પ્રાંતની સહમતિથી રાજકોટ જીલ્લા ઉપાધ્‍યક્ષપદે મહિલા વિભાગમાં લતાબેન પ્રેમજીભાઈ ચૌહાણની નિમણૂંક કરવામાં આવી છે.
લતાબેન પ્રેમજીભાઈ ચૌહાણએ મ્‍યુઝીક ટીચર (પી.આર.ટી.) તરીકે કેન્‍દ્રીય વિદ્યાલયમાં સને. ૧૯૯૩થી સેવા આપી રહ્યા છે. તેમની તથા મનિષાબેન પટેલ, ઉપાધ્‍યક્ષ કર્ણાવતી મહાનગર, મહિલા વિભાગ તથા ઉષાબેન પટેલ, મહાસચિવ, મહેસાણા જીલ્લા, મહિલા વિભાગ તથા પુર્ણિમાબેન નંદા, મહાસચિવ, જામનગર જીલ્લાની નિમણૂંકોને ભારત-તિબ્‍બત સંઘના ગુજરાત પ્રાંતના અધ્‍યક્ષ ભાવેશભાઈ જોષી, મહામંત્રી હિરેનભાઈ શાહ, મહિલા વિભાગ ગુજરાત પ્રાંતના અધ્‍યક્ષ ડો. મૃણાલીનીબેન ઠાકર, મહામંત્રી જીજ્ઞાબેન ગામી તથા ડો. જી.આર. મકવાણા, એડવોકેટ નિખીલભાઈ ભટ્ટ, શ્રીમતી ડો. રીનાબેન દવે, શ્રીમતી દિવ્‍યાબેન ભટ્ટ, ચિરાગ શેખ, ડો. અર્જુન દવેએ શુભેચ્‍છા પાઠવી છે.

 

(10:16 am IST)