Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

રાજકોટમાં મવડી રોડ પર કાર કૂવામાં ખાબકતા એકનું મોત નીપજ્યું: બેનો બચાવ

રાજકોટઃ મવડી રોડ પર એક કાર કોઈપણ કારણોસર કાબુ ગુમાવતા કૂવામાં ખાબકતા દેકારો મચી ગયો હતો. બનાવને પગલે ફાયર બ્રિગેડ ટીમે પહોંચી રેસ્ક્યુ કરી કારને બહાર કાઢી હતી. કાર અંદર ત્રણ લોકો હોઈ સારવાર માટે ખસેડાયા હતા. જેમાં એકનું મોત થયાનું જાણવા મળ્યું છે. બે લોકોનો બચાવ થયો છે. વધુ માહિતી મુજબ મૃતકનું નામ અજયભાઈ પીઠવા હોવાનું અને બચી જનારના નામ હિરેન સિઘ્ધપુરા તથા વિરલ સિધ્ધપુરા હોવાનું જાણવા મળ્યું છે.ફોટો: અશોક બગથરીયા

(5:57 pm IST)