Gujarati News

Gujarati News

News of Sunday, 29th November 2020

રાજકોટના પ્રો. દિપક મશરૂમના વિદ્યાર્થીઓ સ્ટાર્ટ અપ ભણી : કાગળમાંથી બનાવી પેન

યશ પુજારા અને ધવલ બારભાયાએ પોતાની કોઠાસુઝથી મિકેનિઝમ અને મશીન તૈયાર કર્યું

રાજકોટ : રીસાયકલ્ડ પેપરમાંથી પેન બનાવવા તથા તેના થકી કોરોના અંગે જાગૃતિ ફેલાવવા બદલ તેમને ''નવલ્ર્ડ રેકોર્ડ ઓફ ઈન્ડિયા'' વતી સન્માન પણ કરાયું છે. પેપરજીની એનવાઈરોકેર કંપનીના યુવાસ્થાપક ધવલ બારભાયાએ જણાવ્યું હતું કે, સ્ટાર્ટ અપ ઈન્ડિયા અંતર્ગત તેણે કંપનીની શરૂઆત કરી. જેની અંદર વિવિધ પ્રકારની રી-સાયકલ અને અપ- પ્લાસ્ટીકના બદલે કાગળમાંથી બનતી પેપર પેન સંપુર્ણપણે એનવાયરમેન્ટ ફ્રેન્ડલી છે. તેનો એસિડ ટેસ્ટ અને વોટર ટેસ્ટ પોઝીટીવ હોવાથી વ્યક્તિના શરીર પર તેની કોઈ નેગેટીવ અસર થતી નથી. વજનમાં પ્લાસ્ટીકની પેન કરતા હળવી અને પેન લપસતી ન હોવાના કારણે ઝડપથી લખી શકાય છે. નપેપર પેનથ ટેકનોલોજી અંદર રહેલી શાહીને ઠંડીમાં ગરમ રાખે છે અને ગરમીમાં ઠંડી રાખે છે. જેથી બોલપેન ઉભરાતી નથી કે થીજી જતી નથી. 

સામાન્ય રીતે માર્કેટમાં ચાલતી યુઝ એન્ડ થ્રોની વિભાવનાને બદલીને યુઝ એન્ડ ગ્રોની વિચારધારા છે. પેપર પેન અને પેપર પેન્સિલના પાછળના ભાગે વિવિધ છોડ અને શાકભાજીના બીયારણ આપવામાં આવે છે. જેમાં ટમેટા, મેથી, મરચુ તુલસી, ફુદિનો વગેરેનો સમાવેશ થાય છે. આ પેનનો ઉપયોગ પુર્ણ થયા બાદ તેને ભંગારમાં ફેકી દેવાના બદલે ઘરના કુંડામાં ઉગાડી શકાય છે.

(5:36 pm IST)