Gujarati News

Gujarati News

News of Sunday, 29th November 2020

કોરોના કાળમાં ખાદ્યતેલ મોંઘા : સિંગતેલના ભાવ ફરી વધ્યા : ડબ્બાનો ભાવ 2340ને પાર

કપાસિયા તેલમાં પણ 10 રૂપિયાનો વધારો થતાં ડબ્બાનો ભાવ 1750 પર પહોંચ્યા

રાજકોટમાં સિંગતેલના ફરી તેજી જોવા મળી છે. સિંગતેલના ડબ્બામાં 10 રૂપિયાનો વધારો થયો છે. સિંગતેલમાં ભાવ  વધારો થતા ડબાનો ભાવ 2340 રૂપિયા પર પહોંચી ગયો છે બીજી તરફ કપાસિયા તેલમાં પણ 10 રૂપિયાનો વધારો થતાં ડબ્બાનો ભાવ 1750 પર પહોંચ્યો છે. છેલ્લા બે મહિનાથી સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે.

આ વર્ષે અતિ વરસાદને કારણે મગફળીના પાકને નુકસાન થયું છે. જેકી નબળી ગુણવત્તાની મગફળી પાકી છે. દર વર્ષે જ્યાં 20 કિલો મગફળીમાં 14 થી 15 કિલો સિંગદાણા નીકળતા હતા, ત્યા આ વર્ષે માત્ર 12 થી 12.5 કિલો જ સિંગદાણા નીકળ્યાં છે. આમ 20 કિલોએ મગફળીમાં અઢી કિલોની ઘટ પડી છે. એક તરફ માલની અછત, તો બીજી તરફ દાણા ઓછા નીકળી રહ્યાં છે. જે રીતે આ વર્ષે મગફળીનું વાવેતર થયું હતુ, તે જોતા 52 લાખ કિલો મગફળીની આશા હતી. પરંતુ તેની સરખામણીએ માત્ર 35 લાખ કિલો મગફળી પાકી છે. આ વર્ષે ઉત્પાદન ઓછું, એટલે આવક ઓછી અને માંગ વધી ગઈ છે. આવામાં સિંગતેલ બનાવવામાં હરીફાઈ ઉભી થઈ છે .

(12:16 pm IST)