Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

ઇન્ડસ્ટ્રીયલ સેમ્પલનું પૃથ્થકરણ કરી ૮ માસમાં રપ લાખની કમાણી કરતુ યુનિવર્સિટીનું NFDD ડીપાર્ટમેન્ટ

રાજકોટ, તા. ર૯ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની શાન સમુ અને નવા વૈજ્ઞાનિક આયોજનોની સંપન્ન સેન્ટર ઓફ એકર્સલન્સ દ્વારા માત્ર ૮ માસમાં રપ લાખથી વધુ રકમની કમાણી કરી છે.

રસાયણ વિજ્ઞાન ભવનના પ્રો. શિપ્રા બાલુજાના માર્ગદર્શન હેઠળ આવતા એનએફડીડી ડીપાર્ટમેન્ટમાં ઇન્ડસ્ટ્રીયલ સેમ્પલનું પૃથ્થકરણ કરી માત્ર ૮ માસના ટૂંકાગાળામાં માત્ર પાંચ કર્મચારીઓના સહયોગથી રપ લાખની આવક થઇ છે.

એનએફડીડી ડીપાર્ટમેન્ટની સિદ્ધિને  કુલપતિ -કુલનાયક સહિતે બીરદાવી છે.

(4:06 pm IST)