Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

કોર્ટ પાસે સુરેન્દ્રનગરના યુવાનની હત્યાનો પ્રયાસ કરનારા ૩ ઝડપાયા

રાજકોટઃ સિવિલ હોસ્પિટલ ચોક નજીક ફેમેલી કોર્ટ પાસે આવેલી આઇ.પી.મીશન સ્કુલ પાસે હત્યાના ગુન્હામાં મુદ્દતે આવેલા સુરેન્દ્રનગરના હુશેન ફતેહ મહંમદભાઇ પારેડીને ત્રણ શખ્સોએ છરી વડે હુમલો કરી હત્યાનો પ્રયાસ કરતા એડીવીઝન પોલીસ મથકના ફરીયાદ નોંધાઇ હતી આ બનાવમાં પોલીસ કમિશનર મનોજ અનુવાલ તથા ડીસીપી રવી મોહન સૈનીએ આરોપીઓને પકડી પાડવા માટે સુચના આપતા એ ડીવઝન પોલીસ મથકના પીઆઇ એન.કે.જાડેજાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એેસ. એન. કે. જાડેજાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એસ.વી.સાખરા, એએસઆઇ બી.વી.ગોહીલ, હેડ કોન્સ., ઇન્દ્રસિંહ, હારૂનભાઇ, વીરેન્દ્રસિંહ, નરેશભાઇ, મૌલિકભાઇ તથા જગદીશભાઇ વાંક, મેરૂભા ઝાલા સહિતે  મોઇન ઉર્ફે ટકો સતારભાઇ ચૌહાણ ઉ.ર૦ (રહે. ઘંટેશ્વર પાર્ક રપ વારીયા કવાર્ટર), રમઝાન ઉર્કે કાલુ અયુબભાઇ માલાણી (ઉ.રર) (રહે. પોપટપરા મીયાણાવાસ શેરી નં. ૧પ/૧૬) અને નાસીર સફુરભાઇ જામ (ઉ.ર૦) (રહે. પોપટપરા શેરી નં.૧૪) ને પકડી લઇ તપાસ હાથ ધરી છે.

(4:08 pm IST)