Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

ઘરને સ્વર્ગ કેવી રીતે બનાવવું ? વહાલુડીઓને વિવાહના કરીયાવર સાથે અપાશે સુખની ચાવી

બાબુલા કા યે ઘર ગોરી બસ કુછ દિન કા ઠીકાના હૈ, દુલ્હન બનકે તુજે પિયા ઘર જાના હૈ, બેટી બાબુલ કે ઘર મેં કીસી ઓર કી અમાનત હૈ, દસ્તુર યે દુનિયા કા હમ સબકો નિભાવના હૈ : સમુહલગ્ન પૂર્વે રવિવારે પરિસંવાદ : ભદ્રાયુ વછરાજાની-શૈલેષ સગપરિયા વકતા

ઘર એટલે...

સંપ,

માટીએ કર્યો અને ઇંટો બની,

ઇંટોનું ટોળુ થયુ અને ભીત બની,

ભીતો એકબીજાને મળી,

ત્યારે 'ઘર' થયું

રાજકોટ તા ૨૯  :  આજે જયારે સંયુુકત કુટુંબની ભાવના લુપ્ત થતી જાય છે અને વિભકત કુટુંબો વધતા જાય છે, અનેક પરિવારોમાં ભાગલા પડતા જોવા મળે છે. સબંધો લાગણીના નહિં પરંતુ વ્યવહારિક બની ગયા છે, સહનશકિત ઘટતી જાય છે. પશ્ચિમીકરણનું આંધળુ અનુકરણ થવા લાગ્યું છે. સોશ્યલ મીડીયાનો બીનજરૂરી વધુ પડતું ભારણ કંઇક પરિવારોને બરબાદી તરફ ધકેલી રહયું છે ત્યારે દીકરી લગ્ન જીવન બાદ સંસારમાં પગરવ કરે ત્યારે તેમનામાં સંસ્કારનું સિંચન થાય, પરિવાર ભાવના વધે, તેમના માતા-પિતાના સંસ્કારો ઉજાગર કરે એવા શુભ આશયથી વહાલુડીના વિવાહના પ્રારંભે ''દીકરાનું ઘર'' વૃદ્ધાશ્રમ દ્વારા ૨૨ દીકરીઓને શીખ આપતા સેમિનારનુંબેનમુન આયોજન કરવામાં આવ્યું છે. આ સેમિનારના જાણીતા લેખક, વકતા ડો. ભદ્રાયુભાઇ વછરાજાની અને ડો. શૈલેષભાઇ સગપરીયા માર્ગદર્શન પુરૂ પાડશે.

સંસ્થાના મુકેશ દોશી, અનુપમ દોશી, સુનીલ વોરા, નલીન તન્ના, કિરીટભાઇ આદ્રોજાએ વધુમાં જણાવ્યું છે કે સ્વજનોમાં સાથે રહેવાથી મકાન ઘર બને છે અને સ્વજનો વચ્ચે પ્રેમ ભાવથી ઘર સ્વર્ગ બને છે. ''દીકરાનું ઘર'' દ્વારા આગામી તા. ૨૧,૨૨ ડિસેમ્બરના રોજ માતા-પિતાની છત્રછાયા ગુમાવેલ અથવા પિતાની છત્રછાયા ગુમાવેલ અત્યંત ગરીબ પરિવારની ૨૨ દીકરીઓને જાજરમાન રીતે પોતાના સંસરમાં પગરવ માંડવા માટે લગ્નોત્સવ યોજી અશ્રુભરી આંખે વિદાય આપશે. આવી દીકરીઓ પોતાના સંસારમાં સુખી થાય, પોતાના વાણી-વર્તન અને વ્યવહારથી સમગ્ર સાસરાપક્ષનું દીલ જીતી લે તેવા શુભઆશયથી આ સેમીનારનું આયોજન કરવામાં આવેલું છે. જેમાં આ સેમિનારમાં દીકરી ઉપરાંત તેમના પતિ, માતા તેમજ સાસુને નિમંત્રીત કરવામાં આવ્યા છે. આ સેમીનાર કે.જી. ધોળકીયા સ્કુલ, ૧૫૦ફૂટ રીંગ રોડ, બાલાજી હોલ પાસે, તા.૧ ડિસેમ્બર રવિવારે બપોરે ૩ થી ૬ં  બે સત્રમાં યોજાનાર છે.

સંસ્થાના હસુભાઇ રાચ્છ, ઉપેનભાઇ મોદી, કિરીટભાઇ પટેલ, સુનીલ મહેતા તેમજ હરેશભાઇ પરસાણાએ જણાવ્યું છે કે, પ્રવર્તમાન સમયમાં લગ્ન જીવનના ખુબ જ ટુંકા ગાળામાં ગૃહકંકાશ અને મતભેદોના પરિણામે છુટાછેડાનું પ્રમાણ ખુબજ વધતું જોવા મળે છે.  આવા સમયે દીકરી  ખુબ પરિપકવતાથી, સમજદારીથી, સંસ્કારથી ઘરને ખરા અર્થમાં સ્વર્ગ બનાવે એવા આશયથી કદાચ સોૈરાષ્ટ્રભરમાં સોૈ પ્રથમ વખત દીકરીઓના લગ્ન પહેલા આવા સેમિનારનું આયોજન થયું હશે.

વહાલુડીના વિવાહનો સમગ્ર સમાજે ખુબ પ્રેમથી, ભાવથી આનેસ્વીકૃતિ આપી છે. સમાજના વિવિધ ક્ષેત્રોમાં શ્રેષ્ઠીઓ જોડાતા જાય છે, ત્યારે સમગ્ર પ્રસંગના માર્ગદર્શક શ્રી મોૈલેશભાઇ ઉકાણી, વેજાભાઇ રાવલીયા, વલ્લભભાઇ સત્તાણી, શિવલાલભાઇ આદ્રોજા, મનીષભાઇ માદેકા, પ્રતાપભાઇ પટેલ, સુરેશભાઇ નંદવાણા, પરેશભાઇ ગજેરા, ધીરૂભાઇ રોકડ, વિઠલભાઇ ધડુક, ભાવેશભાઇ પટેલ, રામભાઇ મોકરીયા, ભુપતભાઇ બોદર, ડો. નિદત બારોટ, અરવિંદભાઇ દોમડીયા, હરીશભાઇ લાખાણી, જીતુભાઇ બેનાણી, રમેશભાઇ ટીલાળા, પ્રશાંતભાઇ લોટીયા, મેહુલભાઇ રૂપાણી, ડી.વી. મહેતા, રાજેશભાઇ કાલરીયા, અમિતભાઇ ભાણવડીયા, ખોડુભા જાડેજા, ડો.મયંક ઠક્કર, સહિતના મહાનુભાવો માર્ગદર્શન પુરૂ પાડી રહ્યા છે. વધુ માહિતી માટે મો. ૯૮રપ૦ ૭૭૭રપ ઉપર સંપર્ક સાધવો.

આયોજનમાં સંસ્થાના ૨૫૦ થી વધુ કાર્યકર્તાઓ આયોજનને સુંદર સ્વરૂપ આપી રહયા છે. સમગ્ર આયોજનને યશસ્વી બનાવવા રાકેશભાઇ ભાલાળા, અશ્વિનભાઇ પટેલ, પ્રવિણભાઇ હાસલીયા, હેમલભાઇ મોદી, હરદેવસિંહ જાડેજા, હરેનભાઇ મહેતા, ડો. શેલ્ેષ જાની, ગોૈરાંગ ઠક્કર, ધર્મેહ જીવાણી સહિતના આયોજક ટીમના સભ્યો પ્રસંગને યશસ્વી બનાવવા  મહેનત કરી રહયા છે.

(3:55 pm IST)