Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

'બ્રાન્ડ ફેકટરી'ની પહેલ : વિક એન્ડમાં ફ્રી શોપીંગ

તા.૪ થી ૮ સુધી બ્રાન્ડેડ ખરીદી પર સ્કીમ : રૂ.૫૦૦૦ નો સામાન રૂ.૨૦૦૦ માં : આ ચુકવેલ રકમ પણ ગીફટ વાવચર અને પે વોલેટમાં પરત કરાશે : ફ્રી વિક એન્ડમાં પ્રવેશ માટે એન્ટ્રી ટીકીટ ફરજીયાત : પત્રકાર પરિષદમાં વિગતો રજુ

રાજકોટ તા. ૨૯ : બ્રાન્ડેડ ફેશનમાં વળતરને નવા સ્તરે લઇ જવાની પહેલ 'બ્રાન્ડ ફેકટરી' દ્વારા થઇ છે. 'ફ્રી શોપીંગ વિકએન્ડ' ની જાહેરાત આજે રાજકોટ ખાતે યોજવામાં આવેલ પત્રકાર પરીષદમાં કરાઇ હતી.

અહીં વિગતો વર્ણવતા બ્રાન્ડ ફેકટરીના સી.ઇ.ઓ. સુરેશ વઘવાનીએ જણાવેલ કે આ 'ફ્રી શોપીંગ વિક એન્ડ' યોજના તા. ૪ થી ૮ ડીસેમ્બર સુધી ચાલશે. જેમાં ગ્રાહક રૂ. પ૦૦૦ સુધીની ખરીદી ફકત રૂ.૨૦૦૦ માં કરી શકશે. વળી આ ચુકવાયેલ રૂ.૨૦૦૦ પણ તેને રૂ.૧૨૦૦ રૂપિયાના વાવચર તથા રૂ.૫૦૦ ના કપડા અને ફયુચર પે વોલેટમાં રૂ.૩૦૦ કેશબેક આપી ટોટલી ખરીદી મફત કરી અપાશે.

સૌથી પહેલીવાર જ રાજકોટ આવેલ બ્રાન્ડ ફેકટરી દ્વારા ખરીદદારોના દીલ જીતી લેવા આ દમદાર ઓફર મુકવામાં આવી છે. જો કે ફ્રી શોપીંગ વિક એન્ડમાં પ્રવેશ માટે એન્ટ્રી ટીકીટ રાખવામાં આવી છે. રૂ.૨૫૦ (બે વ્યકિત માટે સવારે ૧૧ વાગ્યા પહેલા પ્રવિેશના પ્રિમિયમ પાસ), અને રૂ. ૧૦૦ (બે વ્યકિત માટે સવારે ૧૧ વાગ્યા પછીના પ્રિમિયમ પાસ) મામુલી કિંમતે બુક કરાવવાના રહેશ. ગ્રાહકને પોતાની ટીકીટ ઇન્સાઇડરડોટઇન પર અથવા બ્રાન્ડ ફેકટરી ઓનલાઇન ડોટ કોમ પર અથવા નજીકના બ્રાન્ડ ફેકટરી સ્ટોર પર જઇને બુક કરાવવાની રહેશે.

હાલ કસતુરબારોડ ધરમ ટોકીઝ પાસે  ખુલ્લા મુકાયેલ સ્ટોર પર ફેશન શોખીન લોકોનો સારો પ્રતિસાદ મળી રહ્યાનું આયોજકોએ જણાવ્યુ હતુ.

સાથો સાથ અહીં જણાવાયુ હતુ કે દેશભરમાં ૨૦૦ થી વધુ શહેરમાં સ્ટોર ધરાવતા બ્રાન્ડ ફેકટરીની ખાસીયત એ છે કે  ત્યાં બાળકો, યુવાઓ અને વડીલો એમ ત્રણેય જનરેશનની પસંદગી ઉપલબ્ધ હોય છે.

ર૦૦ થી વધુ ઓરીજન બ્રાન્ડમાંથી પસંદગીના કપડા મળી રહે છે. જેક એન્ડ જોન્સ, લી કુપર, લેવાઇસ, ઇમારા, ઓનલી, પેપે, ઇકતારા, એડીડાદસ, રીબોક, સ્કેચર્સ, ફિલા, અમેરીકન ટુરીસ્ટર, વી.આઇ.પી., લાઇનો, પેરો, લાવી, કૈપરીસ જેવી બ્રાન્ડસમાંથી એથનિક વેર, ફોર્મલ વેર, લિશર વેર, એકસેસરીઝ, ફુટવેર, લગેજમાં પણ નવી સ્ટાઇલ મેળવી શકાશે.

તસ્વીરમાં પત્રકાર પરિષદમાં વિગતો વર્ણવતા બ્રાન્ડ ફેકટરીના સી.ઇ.ઓ. સુરેશ વાધવાની નજરે પડે છે. (તસ્વીર : અશોક બગથરીયા)

(3:49 pm IST)