Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

ઇન્પુટ ટેક્ષ ક્રેડિટનો અમલ મોકુફ રાખવા સોમાની નાણામંત્રી પાસે માંગણી

સોમાના પ્રમુખ સમીર શાહે નાણાંમંત્રીને લખ્યો પત્ર

રાજકોટ તા. ર૯ : સૌરાષ્ટ્ર ઓઇલ મીલ એસોસીએશનના પ્રમુખ સમીર શાહે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામનને એક પત્ર લખી ઇન્પુટ ટેક્ષ ક્રેડિટના અમલી બનતા નવા નિયમોનો હાલ અમલ મુલત્વી રાખવા માંગણી કરી છે તેમણે જણાવ્યું છે કે સરકાર અને જીએસટી કાઉન્સીલ ઇન્પુટ ટેક્ષ ક્રેડિટ માટેના નવા નિયમો અમલમાં મુકવા જઇ રહી છે. જેનાથી સમગ્ર ઉદ્યોગ સમુદાયને મોટુ નુકશાન જાય તેમ છ.ે નવા નિયમોથી સમયસર ઇન્પુટ ટેક્ષ ક્રેડિટ મળે તેવી સંભાવના ઘટી જશે અને ૮૦% મેચીંગ ક્રાઇટએરીયાની શરત પણ ઘાતક બની રહેશે.

તેમણે પત્રમાં જણાવ્યું છે કે તમે સારી રીતે જાણો છો કે જીએસટીના બે વર્ષ પછી પણ અનેક સમસ્યાઓ ઉભી છે મહીનાના અંતમાં જયારે જીએસટીઆર ૩ બી અપલોડ કરવાનું હોય ત્યારે સીસ્ટમ અને સર્વર કાંતો કામ કરતા નથી અથવા તો ધીમું ચાલે છે તેમણે જણાવ્યું છે કે છેલ્લા બે મહીનાના જીએસટીના કલેકશનના આંકડાઓ ચિંતા ઉપજાવે તેવા છે. એનો અર્થ એ નથી કે કરચોરી થાય છે. આની પાછળ અર્થતંત્રની મંદી જવાબદાર છે. આવી સ્થિતિમાં નવા નિયમો અર્થતંત્ર માટે ઘાતક બની રહેશે અને ક એકમો માટે વર્કિંગ કેપીલના પ્રોડકટીવ વપરાશ ઉપર તરાપ આવી જશે તેથી અમો તેમને વિનંતી કરીએ છીએ કે હાલ તુરત નવા નિયમોનો અમલ મુલત્વી રાખવો જોઇએ. સમગ્ર વેપાર ધંધાને ટેક્ષની રાહત મળવી જોઇએ તેવી અમારી માંગણી છે. જે રીતે કોર્પોરેટ જગતને રાહતો આપવામાં આવી છે તેવી જ રાહત તમામ પ્રકારનો બિઝનેશને મળવી જોઇએ.

(3:47 pm IST)