Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

યસ બેંકે એમએસએમઈએસની સ્થિરતા અને વૃદ્ઘિ માટે વ્યાપાર એકસપ્રેસનું આયોજન કર્યુ

યસ બેંકનું લક્ષ્ય રાજકોટમાં લગભગ ૧૦૦૦થી વધુ એમએસએમઈ સુધી પહોંચવાનો છે

રાજકોટ, તા.૨૯: ભારતની ચોથી સૌથી મોટી ખાનગી ક્ષેત્રની યસ બેંકે એજેઆઈ જીઆઈડીસી ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશનના સહયોગથી રોજકોટમાં વ્યાપાર એકસપ્રેસ-એસએસએમઈ કલસ્ટર ડેવલપમેંટ પ્રોગ્રામ લોંચ કર્યો છે. આ એમએસએમઈ માટે સક્ષમ વાતાવરણ બનાવવાની બેંકની પ્રતિબદ્ઘતાના અનુરૂપ છે. આ ૧૨ કાર્યક્રમોની શ્રેણીમાં ચોથુ આયોજન છે, જેને સમગ્ર દેશમાં આયોજિત કરવામાં આવશે.

આ કાર્યક્રમોની શ્રેણીના માધ્યમથી યસનું લક્ષ્ય એમએસએમઈની બેંકિંગ જરૂરિયાતો પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે અને ભાગ લેનારા એમએસએમઈસને રિટેલ ઉત્પાદનોની એક વિસ્તૃત શ્રેણીના માધ્યમથી સુચારૂ બેંકિંગ સુવિધા પ્રદાન કરવાની છે.

સ્માર્ટ એજ : એમએસએમઈસ માટે પહેલું જીએસટી આધારિત આર્થિક એનબલર, જે જીએસટી રિટર્ન અને બેંક સ્ટેટમેન્ટ્સ રૂ. ૩ કરોડના આધાર પર ઝડપી અને સરળ લોન પ્રદાન કરે છે. સ્માર્ટ ઓવરડ્રાડટ : બેલેંસ શીટ વિના રૂ. ૧.૫ કરોડ સુધીનો આવર ડ્રાફટ પ્રાપ્ત કરો. નાણાકીય / બેંકિંગ જરૂરિયાતોને ઝડપી અને સરળ મૂલ્યાંકન માટે સ્પોટ લોન સ્વિકૃતિ. પ્રધાનમંત્રી આવાસ યોજના – એમએસએમઈ કર્મચારીઓ માટે વ્યાજબી આવાસ યોજના. મહિલા ઉદ્યોગસાહસિકો માટે વિશેષ ઓફર, એપીઆઈ આધારિત પેમેંટ્સ અને કલેકશન સોલ્યૂશન, આ પ્રકારે એમએસએમઈનું ડિજિટલીકરણ. આજીવન નિઃશુલ્ક ક્રેડિટ કાર્ડ. એન્ટપ્રેન્યોરિશિપ ડેવલપમેંટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈંન્ડિયાની સાથે એમએસએમઇસના લાભ માટે નોલેજ સેશન.

આ પહેલ પર ટિપ્પણી કરતા યસ બેંકના એસએમઈ એન્ડ રૂરલ બેંકિંગના ગ્રુપ પ્રેસિડેંટ અને નેશનલ હેડ અસીમ ગાંધીએ જણાવ્યું કે યસ બેંક આકર્ષક ઓફર્સ અને લાભ પ્રદાન કરી એમએસએમઈ ક્ષેત્રના વિકાસની દિશામાં સક્રિય રૂપથી ભાગ લઇ રહી છે. વ્યાપાર એકસપ્રેસ એક એવું પ્લેટફોર્મ છે, જેમાં બેંક આ સમૂહોમાં એમએસએમઈ ગ્રાહકોની જરૂરિયાતોને પૂરી કરવા માટે કલસ્ટર આધારિત લોન આપવાના દ્રષ્ટિકોણ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે, જેમાં તેમને વૈશ્વિક રૂપથી પ્રતિસ્પર્ધી બનવા અને વિકસિત થવામાં મદદ મળી રહી છે.

આ આયોજનમાં મુખ્ય અતિથિ, એજેઆઈ જીઆઈડીસી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના અધ્યક્ષ જીવનભાઇ પટેલે જણાવ્યું કે યસ બેંક દ્વારા વ્યાપાર એકસપ્રેસ – એમએસએમઈ કલસ્ટર ડેવલપમેંટ પહેલ એસોસિયએશનની સાથે મળી ચોક્કસ પણે આ ક્ષેત્રમાં એમએસએમઈસને મદદ મળશે.

(3:35 pm IST)