Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

યુનિ. રોડની પેરેમાઉન્ટ-રૂષીકેશ સોસાયટીના લોકો વીજ કચેરીએ દોડી ગયા : નવી PGVCL કચેરી બનાવવા અંગે ઉગ્ર વિરોધ

ડે. ઇજનેરને આવેદન : રોજે રોજ મુખ્ય રસ્તા ઉપર વાહનોના ખડકલા : ટ્રાફીકનો પ્રશ્ન..

રાજકોટ, તા. ર૯ : યુનિ. રોડ વીજ તંત્રની કચેરીએ પેરેમાઉન્ટ પાર્ક-રૂષિકેશ સોસાયટીના લતાવાસીઓએ ડે. ઇજનેરને આવેદન પાઠવી ટ્રાફીક સમસ્યા નિવારવા-નવી પીજીવીસીએલ કચેરી નહીં બનાવવા રજૂઆતો કરી હતી.

આવેદનમાં જણાવેલ કે, ઉપરોકત વિસ્તારના રહેવાસીઓની અરજ છે કે, હાલ આપની કાર્યરત ઓફીસના કમ્પાઉન્ડમાં રૈયા સબડીવીઝન ઓફીસ કરવા માટે બાંધકામ ચાલુ કરેલ છે, ત્યારથી પીજીવીસીએલના કામ માટે આવતા તમામ ગ્રાહકો વાહન બહારના રોડ ઉપર પાર્ક કરવામાં આવે છે અને ટ્રાફીકનો પ્રશ્ન ઉભો થાય છે.

કારણ કે પેરેમાઉન્ટ પાર્કના રહેવાસીઓ માટે અવજ જવન માટે આ મુખ્ય માર્ગ છે. જો રૈયા સબ ડીવીઝનની ઓફીસ અહીં કાર્યરત કરવામાં આવે તો કાયમી ધોરણે ફરજીયાત વાહનો પાર્ક કરવા પડે અને મુખ્ય રસ્તો બંધ થઇ જાય. જેના કારણે વૃદ્ધ બુજર્ગ ભાઇ-બહેનો અને સ્કૂલે જતા બાળકોને આવવા જવા માટે કાયમ મુશ્કેલી પડે તેમ છે. બીજુ રૈયા સબડીવીઝન અહીં થવાથી રૈયા વિસ્તારના લોકોને એક કિ.મી. સુધી ધક્કા ખાવાથી સમય પણ બગડે તેમ છે. ઉપરોકત ટ્રાફીક પ્રશ્નો અંગેની અરજી ઉપર ધ્યાન આપી-રૈયા સબડીવીઝન ઓફીસ જે તે વિસતાર (વોર્ડ નં.૧)માં બનાવવા અને અમોને પડતી મુશ્કેલી દૂર કરવા યોગ્ય કરશો.

(3:35 pm IST)