Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

માં ક્રેડીટ કો.ઓ.સો.લી.ના પ્રમુખ વિરૂધ્ધ દશ લાખનો ચેક પાછો ફરતાં ફરિયાદઃ કોર્ટમાં હાજર થવા ફરમાન

રાજકોટ,તા.૨૯: રાજકોટ સાધુવાસવાણી રોડ પર રહેતા બીપીન છગનલાલ પટેલએ શાસ્ત્રીનગર નાના મૌવા મેઈન રોડ પ૨ રહેતા અને માં ક્રેડીટ કો.ઓ.સો.લી. . ચલાવનાર કપીલ સી. વંકાણીને એક વર્ષ પહેલા ક્રેડીટસોસાયટીના માટે રૂમ.૧૦,૦૦,૦૦૦/ એક વર્ષ માટે આરોપી કપીલ સી. વંકાણીને વગર વ્યાજે હાથ ઉછીના આપેલ અને તે બદલ રૂ.૧૦,૦૦,૦૦૦/ નો ચેક આપેલ જે ચેક બેંકમાં ફરીયાદીએ ભરતા પરત ફરતા કોર્ટમાં ફરીયાદ દાખલ કરેલ જેમા મેજી.શ્રી લાલવાણીએ આરોપીને સમન્સ મોકલી કોર્ટમાં હાજર થવા હુકમ કરેલ હતો.

ફરીયાદી બીપીન પટેલે ફરીયાદમાં જણાવેલ હતુ કે માં ક્રેડીટ કો.ઓ.સો.લી. ચલાવનાર કપીલ વંકાણીને તેની ક્રેડીટ સોસાયટી માટે જરૂરીયાત હોય મીત્રતાના દાવે જુન ૨૦૧૭ માં વગર વ્યાજે દશ લાખ હાથ ઉછીના ઓપેલ અને આરોપીએ. તાઃ૧૮/૧૦/૧૯ ના તેના ખાતા નાગરીક સહકારી-બેંક કાલાવડ રોડ શાખાનો દશ લાખનો ચેક નં.૪૩૬૬૪૩ નો આપેલ વચન અને વિશ્વાસ બાહેંધરી આપેલ હતી કે વટાવવા નાખશો એટલે અવશ્ય વટાવાય જશે. તેવી બાહેંધરી આરોપીએ આપેલ હતી.

આ આરોપીનો ચેક પાછો ફરતા ૨૨/૧૦/૧૯ ના રોજ આરોપીને તેના સરનામે ફરીયાદીએ નોટીશ આપી લેણી ૨કમ ચુકવવા જણાવેલ હતુ પરંતુ આરોપી મા કેડીટવાળા એ લેણી રકમ ચુકવવાના બદલે ખોટો બનાવટી, ઉપજાવી કાઢેલ ઉડાઉ જવાબ નોટીશમાં જણાવેલ હતી.

આ કામના મા ક્રેડીટ સોસાયટીના પ્રમુખ કપીલ સી. વંકાણીનો ચેક બેંકમાંથી-વગ૨ વટાવાયે પરત ફરેલ હોય તહોમતદારે નેગોસીયેબલ ઈન્સ્ટુમેન્ટ એકટ અન્વયે ગંભીર ગુનો કરેલ હોય ફરીયાદી બીપીન છગનભાઈ પટેલે જયુ.મેજી.શ્રી લાલવાણી સાહેબની કોર્ટમાં ફરીયાદ દાખલ કરતા કોર્ટે આરોપીની સામે સમન્સનો હુકમ કરી કોર્ટમાં હાજર થવા હુકમ કરતા કેડીટ સોસાયટીના સભાસદોમાં ખળભળાટ મચી ગયેલ હતો.

આ કામમાં ફરિયાદી તરફે એડવોકેટ તરીકે રાજકોટના દ્યારાશાસ્ત્રી શ્રી અભય ભારદ્વાજ, દીલીપ પટેલ, ધીરજ પીપળીયા, ગૌતમ પરમાર, વિજય પટેલ, કલ્પેશ નસીત, જીજ્ઞેશ વિરાણી, જીતેન્દ્ર કાનાબાર,  ક્રમલેશ ઉધરેજા, .શ્રીકાંત મકવાણા, કિશન ટીલવા, અમૃતા ભારદ્વાજ, તારક સાવંત, ગૌરાંગ ગોકાણી, અંશ ભારઘ્વાજ રોકાયા હતા.

(3:34 pm IST)