Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

ખુશ્બુ ફાયનાન્સના ચેક રિટર્નના કેસમાં આરોપીનો છૂટકારો ફરમાવતી અદાલત

રાજકોટ તા.૨૯: ખુશ્બુ ફાયનાન્સ કાયદેસરનું લેણું સાબીત ન કરી શકતા નેગોશ્યેબલ ના ગુન્હામાં આરોપીનો નીર્દોષ છુટકારો અદાલતે ફરમાવેલ હતો.

અહીંના શાપર વેરાવળ ખાતે આવેલ અતુલ ઓટો માંથી જામનગરના રહીશ ધનશ્યામસિંહ જાડેજા એટલે કે આરોપીના પિતા એ આજ કંપનીની જીમ્મી ટાવરમા આવેલ ખુશ્બુ ફાયનાન્સ માથી રૂ.૧,૧૪,૦૦૦ની લોન લઇ અને અતુલ શકિત ઓટો રીક્ષાની ખરીદી કરેલ હતી અને આ બાબતે ચેક આપી અને આરોપી પુત્ર વનરાજસિંહે આ રકમ ભરવાની જવાબદારી સ્વીકારી રૂ.૨૮૧૫૯ નો ચેક રીક્ષાના હપ્તા પેટે આપેલ તે પરત ફરતાં ખુશ્બુ ફાયનાન્સે આરોપી સામે રાજકોટની ફોજદારી અદાલતમા નેગોશ્યેબલ ઇન્સ્ટુમેન્ટ એકટની કલમ ૧૩૮ મુજબની ફરીયાદ દાખલ કરેલ.

આ કેસ દલીલ પર આવતાં આરોપીના વકીલ શ્રી અંતાણી એ લંબાણ પૂર્વકની દલીલ કરી અદાલતનું ધ્યાન દોરેલ કે હાલના આરોપી સામે કાયદેસરનું લેણંુજ ફાયનાન્સ કંપની પુરવાર કરી શકતી ન હોઇ આરોપીને જેલ સજા કરી શકાતી નથી.

એડવોકેટ શ્રી અંતાણીની તમામ દલીલો થી સહમત થઇ અને રાજકોટની ફોજદારી અદાલતે ફરીયાદી ખુશ્બુ ફાયનાન્સ આરોપી પાસે પોતાનું કાયદેસરનું લેણુ પુરવાર કરી શકેલ ન હોઇ આરોપીને ચેક પરતના ગુન્હામાંથી નીર્દોષ છોડવાનો હુકમ ફરમાવેલ છે.

ઉપરોકત કેસમા આરોપી વનરાજસિંહ જાડેજા વતી વતી રાજકોટના એડવોકેટ સંદીપ કે.અંતાણી તથા સમીમબેન કુરેશી વકીલ તરીકે રોકાયેલ હતા.

(3:33 pm IST)