Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

વિરાણી સ્કુલમાં ૧૪૦૦ છાત્રોએ બનાવી વિશાળ રેડ રીબીન

કાલે કાલાવડ રોડ પર જનજાગૃતિ રેલી : વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણીનો ધમધમાટ

રાજકોટ : એઇડ્સ પ્રિવેન્સન કલબ દ્વારા વિશ્વ એઇડ્સ દિવસ ૧ લી ડીસેમ્બરને લઇને વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે. તેના ભાગરૂપે આજે વિરાણી હાઇસ્કુલમાં ધો.૯ થી ૧૨ ના ૧૪૦૦ વિદ્યાર્થીઓએ કતારબધ્ધ બેસીને વિશાળ રેડ રીબીનનો આકાર બનાવ્યો હતો. આચાર્યશ્રી હરેન્દ્રસિંહ ડોડીયા, સંસ્થાના ચેરમેન અરૂણ દવેના માર્ગદર્શન હેઠળ નારાબાજી કરી એઇડ્સ અંગેની વિસ્તૃત જાણકારી અપાઇ હતી. એ.આઇ.ડી.એસ.ના ચાર અક્ષરોમાંથી એન.સી.સી.ના છાત્રોએ એઇડ્સ પ્રતિકૃતિ બનાવી હતી. આ તકે નિવૃત્ત આર.ટી.ઓ. જે.વી. શાહ, વિશાલ કમાણી, આશિષ ધામેચા, શૈલેષ પંડયા સાથે શાળા સ્ટાફ પરિવાર ઉપસ્થિત રહેલ. શાળના સ્પોર્ટસ શિક્ષક જી. બી. હીરપરા અને રાજુભાઇ બામટાએ સમગ્ર વ્યવસ્થા સંભાળી હતી. દરમિયાન આવતીકાલે સવારે ૮.૩૦ વાગ્યે કે.કે.વી. ચોક, જી.ટી. શેઠ સ્કુલથી કોટેચા ચોક અને કોટેચા ગર્લ્સ સ્કુલની છાત્રાઓ કોટેચા ચોકથી અંડરબ્રીજ સુધી જનજાગૃતિ રેલી યોજશે. બેનરો, પેમ્ફલેટ અને સુત્રોના માધ્યમથી લોકોને જાગૃત કરાશે. ૧ ડીસે.ના સાંજે પ વાગ્યે સ્વામિનારાયણ મંદિર સામે, કાલાવડ રોડ ખાતે લાલ ફુગ્ગાની રેડરીબીન છાત્રો હવામાં તરતી મુકશે. તેમ અરૂણભાઇ દવેની યાદીમાં જણાવાયુ છે.

(3:31 pm IST)