Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

૩૬ બોટલ દારૂ સાથેની બોલરો અને ૧૬ બોટલ સાથેની આઇ-૨૦ કબ્જેઃ બુટલેગરોની શોધખોળ

ભકિતનગર પોલીસનો ૮૦ ફુટ રોડ પર અને તાલુકા પોલીસનો વાવડીમાં દરોડો

રાજકોટ તા. ૨૯: વિદેશી દારૂના ધંધાર્થીઓ પર ફરીથી પોલીસે ધોંસ બોલાવી છે. ભકિતનગર પોલીસે ૮૦ ફુટ રોડ પરથી ૩૦ બોટલ દારૂ સાથેની બોલેરો ગાડી પકડી હતી. જ્યારે તાલુકા પોલીસે સોળ બોટલ સાથેની કાર પકડી હતી. ભકિતનગરના પીઆઇ વી. કે. ગઢવી, પીએસઆઇ પી. બી. જેબલીયા, આર.એન. સાંકળીયા, હેડકોન્સ. રસિકભાઇ ગઢાદરા, કોન્સ. નિલેષ ચાવડા, રણછોડ ઘૂઘલ સહિતની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે પીએસઆઇ સાંકળીયા અને કોન્સ. નિલેષ ચાવડાને બાતમી મળી હતી કે ૮૦ ફુટ રોડ પર મારૂતિ હોલ પાસેથી દારૂ સાથે બોેલેરો આવી છે. આથી પોલીસ ત્યાં જતાં જીજે૦૭યુયુ-૦૩૩૩ નંબરની બોલેરો રેઢી મળી હતી. તેમાંથી એન્ટીકવીટીની રૂ. ૩૦૬૬૦ની ૩૬ બોટલ મળતાં તે તથા ૧,૪૦,૪૦૦ની બોલેરો કબ્જે કરાઇ હતી. વાહન નંબરને આધારે તપાસ થઇ રહી છે.

જ્યારે તાલુકા પી.આઇ. જે. વી. ધોળાના માર્ગદર્શનમાં પીએસઆઇ એન. કે. રાજપુરોહિત, એએસઆઇ આર. બી. જાડેજા, કોન્સ. પૃથ્વીરાજસિંહ ગોહિલ સહિતની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે એએસઆઇ આર. બી. જાડેજાની બાતમી પરથી વાવડી ગામ શેરી નં. ૨૦માંથી જીજે૦૧એચએ-૬૮૨૯ નંબરની આઇ-૨૦ કાર કબ્જે કરવામાં આવી હતી. જેમાંથી રૂ.૬૪૦૦નો ૧૬ બોટલ દારૂ મળતાં તે તથા ૯૫ હજારની કાર કબ્જે કરાયા હતાં. આ દારૂ વાવડીના મનિષ વિરજીભાઇ સાવલીયાનો હોવાનું ખુલતાં તેની શોધખોળ થઇ રહી છે. પોલીસ કમિશનર, જેસીપી, ડીસીપી રવિમોહન સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા તથા એસીપી એસ.આર. ટંડેલ અને જે. એસ. ગેડમની સુચના હેઠળ ટીમોએ કામગીરી કરી હતી.

(1:05 pm IST)