Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

રાજકોટ રૂરલ એએસઆઇ ભૂપતસિંહ વેરૂભા રાણાનું હાર્ટએટેકથી મૃત્યુઃ પરિવારમાં શોક

રાજકોટ શહેર એસઓજી પીએસઆઇ એચ.એમ. રાણા, જામનગર પીએસઆઇ પી.વી. રાણા અને ગાંધીધામના પીએસઆઇ મુળરાજસિંહ રાણાના કાકા થતા હતાં

રાજકોટ તા. ૨૯: મવડી હેડકવાર્ટરમાં રહેતાં અને રાજકોટ રૂરલમાં એએસઆઇ તરીકે ફરજ બજાવતાં ભૂપતસિંહ વેરૂભા રાણા (ઉ.વ.૫૬)નું આજે સવારે હાર્ટએટેકથી અવસાન થતાં પરિવારજનો, સાથી કર્મચારીઓમાં શોક છવાઇ ગયો છે.

ભૂપતસિંહ રાણા સવારે ઘરે હતાં ત્યારે અચાનક બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ તબિબે નિષ્પ્રાણ જાહેર કર્યા હતાં. ભૂપતસિંહને તાજેતરમાં ભાઇબીજના દિવસે પણ મવડી હેડકવાર્ટરમાં બાથરૂમમાં એટેક આવી જતાં કલાકો સુધી અંદર બેભાન હાલતમાં પડ્યા રહ્યા હતાં. એ પછી સારવાર અપાવાઇ હતી. એ પછી સ્વસ્થ થયા હતાં અને આજે અચાનક હાર્ટએટેક આવી ગયો હતો.

ભૂપતસિંહ રાણા ૮૪ની સાલમાં પોલીસમાં ભરતી થયા હતાં. તેમણે રાજકોટ, વાંકાનેર, મોરબી, ધોરાજી, ઉપલેટા ફરજ બજાવી હતી. તેઓ છ ભાઇઓમાં સોૈથી નાના હતાં. અન્ય ભાઇઓના નામ વિક્રમસિંહ વેરૂભા રાણા, નિવૃત પી.આઇ. સ્વ. મહાવીરસિંહ વેરૂભા રાણા, નિવૃત એએસઆઇ લખધીરસિંહ વરૂભા રાણા, ઘનશ્યામસિંહ વેરૂભા રાણા, એએઅસાઇ પ્રતાપસિંહ વેરૂભા રાણા છે. ભૂપતસિંહને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી થાય છે. તેમના ત્રણ ભત્રીજા પણ પીએસઆઇ છે. જેમાં એચ.એમ. રાણા રાજકોટ શહેર એસઓજીમાં, પી.વી. રાણા જામનગર સી-ડિવીઝનમાં અને મુળરાજસિંહ રાણા ગાંધીધામ પેરોલ ફરલો સ્કવોડમાં ફરજ બજાવે છે. બનાવથી પરિવારજનો અને સાથી કર્મચારીઓમાં શોક છવાઇ ગયો છે.

(11:50 am IST)