Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

મોરબી રોડ પર આગ લાગતા કાર બળીને ખાક

રાજકોટ તા .ર૯ : શહેરના મોરબી રોડ પર આવેલ મારવાડી કોલેજ પાસે કારમાં આગ લાગતા ફાયરબ્રિગેડ સ્ટાફે સ્થળ પર પહોંચી આગ બુઝાવી હતી. મળતી વિગત મુજબ મોરબી રોડ પર આવેલ મારવાડી કોલેજ પાસે મોરબીથી રાજકોટ તરફ આવતી જીજે.ર-ડીપી-૧૧૩૩ નંબરની ડસ્ટર કારમાં આગ લાગી હતી અઝીમભાઇ કગથરા નામના વ્યકિતએ જાણ કરતા ફાયર બ્રિગેડ સ્ટાફ એક ફાયર ફાઇટર સાથે સ્થળ પર પહોંચી આગ બુઝાવી હતી. આગમાં કાર બળીને ખાક થઇ ગઇ હતી જોકે સદ્નસીબે કોઇ જાનહાની થઇ નહતી.

(11:48 am IST)