Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

રાજકોટ- ખંઢેરીના અગ્રણીઓ મુખ્યમંત્રીની શુભેચ્છા મુલાકાતે

રાજકોટઃ ચાલુ વર્ષે રાજયમાં પડેલ કમોસમી વરસાદના કારણે મોટાભાગના જિલ્લાઓના ખેડૂતોને ભારે નુકશાન સહન કરવું પડયું હતુ. તેથી ભા.જ.પ. સરકાર દ્વારા કમોસમી વરસાદમાં જે ખેડૂતોના પાકને નુકશાન થયું છે. તેમના માટે મોટી સહાયની રકમ ફળવાયેલ છે. તેમજ રાજકોટ નજીક આવેલ ખંઢેરી ગામ પાસે કેન્દ્ર સરકાર દ્વારા એઇમ્સ બનાવવામાં આવી રહી છે. જેને લઇને રાજકોટના ખંઢેરી ગામના ખેડૂતો સાથે જીલ્લા ભા.જ.પ. અગ્રણી નાગદાનભાઇ ચાવડા, ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા, ધારાસભ્ય બાવનજીભાઇ મેતલીયા, પ્રકાશભાઇ ચાવડા અને જે.ડી. ડાંગર સહિતના જીલ્લા ભા.જ.પ.ના આગેવાનો મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીને મળીને શુભેચ્છા પાઠવી હતી.

(11:45 am IST)