Gujarati News

Gujarati News

News of Thursday, 29th November 2018

મહાત્મા ગાંધી મ્યુઝીયમ જેવુ ડો.આંબેડકરજીનું સ્મારક ભવન બનાવો

વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠિયાની આગેવાનીમાં દલિત સમાજ દ્વારા સ્મારકભવનના વિવિધ પ્રશ્ને મ્યુનિ.કમિશ્નરને રજૂઆતઃ બંછાનિધી પાની દ્વારા યોગ્ય કરવા ખાત્રી

રાજકોટઃ સમસ્ત દલિત સમાજ-રાજકોટ દ્વારા આજે જિલ્લાગાર્ડન-રાજકોટમાં નિર્માણાધીન બાબાસાહેબના સ્મારક બાબતે ઠક્કરબાપા છાત્રાલયમાં એક અગત્યની મીટીંગ બોલાવવામાં આવી હતી. જેમાં દલિત સમાજના સર્વ રાજકીય, સામાજિક આગેવાનો અને વિવિધ સંગઠનના લગભગ ૩૦૦ જેટલા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ગંભીર વિચારણાને અંતે આવેદનપત્ર મ્યુ.કમિશનરને આપવામાં આવ્યું છે. જેમાં આ સ્મારકમાં બાબાસાહેબના જન્મથી મૃત્યુ સુધીના ઓરિજિનલ ફોટા નાગપુર દિક્ષાભૂમિમાંથી મગાવી મુકવા, સમગ્ર જિલ્લા ગાર્ડન પરિસરને 'બાબાસાહેબ ડો. ભીમરાવ આંબેડકર પાર્ક' એવું નામાભીધાન કરવું, બાબાસાહેબ અને ભગવાન બુદ્ઘની પૂર્ણકદની પ્રતિમાઓ મુકવી, રાજકોટમાં બાબાસાહેબના આગમન સમયનો ઇતિહાસ મુકવો, બૈદ્ઘ સ્તૂપ જેવો ગુંબજ બનાવવો તથા રાજકોટમાં તાજેતરમાં બનાવવામાં આવેલ 'મહાત્મા ગાંધી મ્યુઝીયમ' જેવું સુંદર સ્મારક બનાવા તથા રાજકોટમાં બાબાસાહેબનું એક ભવ્ય અને સુંદર સ્મારક બનાવવા અને તે ૧૪મી એપ્રિલ પહેલા પૂર્ણ કરી બાબાસાહેબની જન્મ જયંતી એ ખુલ્લુ મુકવા માગણી કરવામાં આવી. આ અંગે મ્યુ.કમિશનર બંછાનિધી પાની એ હકારાત્મક અભિગમ અપનાવી સુંદર અને ભવ્ય સ્મારક બનાવવાની ખાત્રી આપી હતી. આ મીટિંગમાં દલિત સમાજના આગેવાનો વશરામભાઈ સાગઠિયા, ડો. સુનીલ જાદવ, બાબુભાઇ ડાભી, રવજીભાઈ ખીમસૂરિયા, જગદીશભાઈ ભોજાણી, કે.જી.કનર, મનુભાઈ ધાધલ, કે.કે.પરમાર, નરેશભાઈ પરમાર, દિલીપભાઈ સિંગરખિયા, પી.યુ.મકવાણા, કાંતિભાઈ ટૂંડિયા, જીવણભાઈ પરમાર, રમેશભાઈ બાથવાર, વજુભાઇ સિંગરખિયા, ચંદુભાઈ પરમાર, ગોવિંદભાઇ માવદિયા, મોહનભાઇ પરમાર, નિરલોક પરમાર,મધુભાઈ ગોહિલ, વશરામભાઈ ચાંડપા, હીરાલાલ પરમાર,નરેશભાઈ પરમાર,છગનભાઇ ચાવડા, ખીમજીભાઈ મકવાણા, કે.બી.સોલંકી, અશોક રાઠોડ, રાહુલ પરમાર, દેવજીભાઈ પરમાર, અરવિંદભાઈ મૂછડીયા, લાખાભાઈ પરમાર, જેઠાભાઈ પરમાર, કમાજી દાફડા, રમેશ સોલંકી, હેરી રણવા, નથુભાઈ સૌંદરવા, વસંત બેડવા, સંજય બેડવા, લલિત પરમાર, દેવેન્દ્રભાઈ, નંદલાલ પરમાર, ચંદુભાઈ પરમાર , કે.ડી.મકવાણા, ચંદુભાઈ સૌંદરવા,જયંતી રાઠોડ, ગિરધર રાઠોડ, સી.બી.બથવાર, વલજીભાઈ બથવાર,ઝાલાભાઈ, રમેશ ચાવડા, રાજુ સરવૈયા, ધરમસી ભાઈ, મીનાબેન સરવૈયા, હંસાબેન ખીમણિયા, લક્ષ્મી બેન વાળા, કાંતાબેન ચાવડા, શાંતિબેન મકવાણા, લક્ષ્મીબેન પરમાર વગેરે આગેવાનો હાજર રહ્યા હતા. તેમ વિપક્ષી નેતા વશરામભાઇની યાદીમાં જણાવાયુ હતું.

(4:06 pm IST)