Gujarati News

Gujarati News

News of Thursday, 29th November 2018

જનાના હોસ્પિટલનું પે એન્ડ યુઝ શૌચાલય તથા સ્નાનગૃહ બંધ થતા ભારે હાલાકી

રાજકોટ તા. ૨૯ : પં.દિનદયાળ હોસ્પિટલના અંડરમાં આવતી સરરસુલખાન જનાના હોસ્પિટલનું પે એન્ડ યુઝ શૌચાલય તેમજ સ્નાનગૃહ તંત્રની અવળચંડાઇથી બંધ કરી દેવાતા ભારે હાલાકી સર્જાઇ છે.

પાંચ જિલ્લાઓનું રાજકોટ મુખ્ય મથક હોય સૌરાષ્ટ્ર કચ્છમાંથી દર્દીઓ અહીં સારવાર લેવા આવતા હોય છે. ત્યારે મોચી બજાર પાસેનું આ શૌચાલય અને સ્નાનગૃહ લોકો માટે સુવિધા પુરી પાડનારૂ હતુ. આસપાસ પેટ્રોલ પંપ, હોસ્પિટલો, કોર્ટ સંકુલો આવેલ છે. ત્યારે આવા ભરચક વિસ્તારમાં શૌચાલય બંધ કરી દેવાતા લોકોમાં ભારે રોષ વ્યાપેલ છે.

આ અંગે સામાજીક કાર્યકર પ્રવિણભાઇ લાખાણીએ ઉચ્ચ કક્ષાએ રજુઆતો કરી સત્વરે શૌચાલય સ્નાનાગૃહ પુર્વવત ચાલુ કરવા માંગણી ઉઠાવી છે. એડવોકેટ તુષાર દવે દ્વારા માતૃ છાયા સંસ્થાનના જન સેવા કેન્દ્ર વતી સ્નાનીક કોર્ટમાં દાવો પણ દાખલ કરવામાં આવેલ છે.

ત્યારે વહેલી તકે દર્દીઓ અને આ વિસ્તારના લોકોને ઉપયોગી શૌચાલય શરૂ કરવા પ્રવિણભાઇ લાખાણી (મો.૯૪૨૬૪ ૬૮૧૦૮), આશીફભાઇ શેખ, મગનભાઇ ડરાણીયા, મહેશ મહીપાલ, રવિભાઇ મારવાડી, મુનાફભાઇ મેમણ, ભેરૂભાઇ ધામેચા, કાજલબેન પરમાર, કલ્પનાબેન સોમાણીએ માંગણી ઉઠાવેલ છે. માંગણી ઉઠાવનાર પ્રતિનિધિ મંડળ તસ્વીરઁમાં નજરે પડે છે.

(4:04 pm IST)