Gujarati News

Gujarati News

News of Thursday, 29th November 2018

મવડી પ્લોટ વિસ્તારમાં ઝોન-૨ ડીસીપી મનોહરસિંહ જાડેજાનું ઓચિંતુ ચેકીંગઃ નિયમભંગમાં અનેક વાહનચાલકો દંડાયા

રાજકોટઃ શહેરના ઝોન-૨ના પોલીસ કમિશ્નર મનોહરસિંહ જાડેજાએ ગત રાત્રે મવડી પ્લોટ વિસ્તારમાં અચાનક વાહન ચેકીંગ હાથ ધર્યુ હતું. માલવીયાનગરના પી.આઇ. એન. એન. ચુડાસમા અને ટીમે મવડી વિસ્તારના અલગ-અલગ પોઇન્ટ પર વાહન ચેકીંગ શરૂ કરતાં અનેક ચાલકો દંડાયા હતાં. કારના કાચ પરથી કાળી ફિલ્મો પણ દુર કરાવાઇ હતી. નિયમોનું પાલન નહિ કરનારા શખ્સોને ડીસીપી શ્રી જાડેજાએ આકરા શબ્દોમાં સુચન કર્યા હતાં. ગયા રવિવારે ડીસીપી મનોહરસિંહ જાડેજાએ પ્ર.નગર અને મહિલા પોલીસના અધિકારીઓ અને સ્ટાફને સાથે રાખી પ્રજાજનોની સુખાકારી માટે રેસકોર્ષ રીંગ રોડ પર ખાસ કોમ્બીંગ કર્યુ હતું. તેઓ સમયાંતરે અચાનક આ રીતે કાર્યવાહી કરતાં હોય તેમના ઝોનના પોલીસ મથકના અધિકારીઓ અને સ્ટાફ સતત એલર્ટ રહે છે. તસ્વીરોમાં મવડી પ્લોટ વિસ્તારના જુદા-જુદા પોઇન્ટ પર વાહન ચેકીંગની કાર્યવાહીના દ્રશ્યો જોઇ શકાય છે. ખુદ ડીસીપી મનોહરસિંહ જાડેજા પણ સ્ટાફ સાથે જોડાયા હતાં.

(3:58 pm IST)