Gujarati News

Gujarati News

News of Thursday, 29th November 2018

પુત્ર નીલની મશ્કરી કરવા બાબતે માતા સરોજબેન કોળી પર ૩ શખ્સોનો હુમલો

બાલાજી હોલ પાછળ આરએમસી કવાર્ટરમાં બનાવઃ દેવાંગ પીપળીયા તેની માતા સપના તથા અજાણ્યા શખ્સ સામે ગુનો

રાજકોટ તા.૨૯: બાલાજી હોલ પાછળ આર.એમ.સી કવાર્ટરમાં પુત્રની મશ્કરી કરવા બાબતે સમજાવવા ગયેલી કોળી મહિલા પર ત્રણ શખ્સોએ હુમલો કર્યાની ફરીયાદ થઇ છે. મળતી વિગતો મુજબ બાલાજી હોલ પાછળ આર.એમ.સી. કવાર્ટરમાં બ્લોક નં. ૫/૧૮૭૮માં રહેતા સરોજબેન મનીષભાઇ જીંજુવાડીયા (ઉ.વ.૩૭) ગઇકાલે રાત્રે ઘરે હતા ત્યારે પાડોશી કીશનબેને તેના પુત્ર નીલને કરીયાણાની દુકાને વસ્તુ લેવા માટે મોકલ્યો હતો પુત્ર નીલ વસ્તુ લઇને પરત આવતો હતો ત્યારે કવાર્ટર પાસે દેવાંગ નામના છોકરાએ મશ્કરી કરતા નીલે ઘરે આવીને માતા સરોજબેનને વાત કરતા સરોજબેન દેવાંગ પીપળીયાને સમજાવવા જતા દેવાંગ તેની માતા સપનાબેન પીપળીયા અને દેવાંગનો મિત્ર ત્રણેય શખ્સોએ ઝઘડો કરી માર માર્યો હતો. બાદ તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.

આ અંગે તાલુકા પોલીસે સરોજબેન જીંજુવાડીયાની ફરીયાદ દાખલ કરી પીએસઆઇ એસ.આર. સોલંકીએ તપાસ આદરી છે.

(3:56 pm IST)