Gujarati News

Gujarati News

News of Thursday, 29th November 2018

એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં સોની દંપતી અને પુત્રની માથાકુટઃ ફરજમાં રૂકાવટનો ગુનો

ફરીયાદ કરવા આવ્યા, પણ બની ગયા આરોપી! : છેડતીની ફરીયાદ માટે આવેલા પીયુષ સોની તેની પત્ની બીનાબેન અને પુત્ર સાગરે પટ્ટા ટોપી ઉતરાવી નાખવાની ધમકી આપીઃ ધરપકડઃ પીયુષે નશો પણ કર્યો'તો

રાજકોટ, તા., ૨૯: જયરાજ પ્લોટમાં રહેતા જમીન મકાનના ધંધાર્થી તેની પત્ની અને પુત્રએ એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં આવી છેડતીની ફરીયાદ બાબતે હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલ સાથે માથાકુટ કરી ગેરવર્તન કરતા પોલીસે ત્રણેય સામે ફરજમાં રૂકાવટનો ગુનો નોંધી ત્રણેયની ધરપકડ કરી હતી.

મળતી વિગત મુજબ એ ડીવીઝન પોલીસ મથકના કોન્સ. અલ્પેશભાઇ નરેન્દ્રભાઇ વઘેરાએ નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું છે કે પોતે હેડ કોન્સ. સાજીદભાઇ ખેરાણી સાથે ઇન્વેરાઇટર તરીકે ફરજ ઉપર હતા ત્યારે બીનાબેન સોની તેનો પતિ પિયુષ તથા  તેનો પુત્ર સાગર ત્રણેય પોલીસ સ્ટેશને આવ્યા હતા અને છેડતી બાબતની ફરીયાદ બાબતે વાત કરતા હેડ કોન્સ. સાજીદભાઇએ તેને સમજાવી અને મહિલા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવવાનું કહેતા ત્રણેય શખ્સો ઉગ્ર અવાજે બોલવા લાગેલ અને પતિ પિયુષ અને પુત્ર સાગર જેમ ફાવે તેમ ગાળો આપી ગેરવર્તન કરી પોતાની ફરજમાં રૂકાવટ કરી હતી અને કહેલ કે 'તારૂ નામ શું? બલક નંબર શું છે? તમારા પટ્ટા, ટોપીઉતારી નાખીશ' તેમ ધમકી આપી હતી. દેકારો સાંભળીને ડીસ્ટાફના પીએસઆઇ એસ.વી.સાખરા દોડી આવ્યા હતા અને પિયુષના મોઢામાંથી તીવ્ર દુર્ગંધ આવતા તપાસ કરતા તે કેફી પ્રવાહી  પીધેલાનું જણાતા ત્રણેય સામે ફરજમાં રૂકાવટનો ગુનો દાખલ કરી. જયરાજ પ્લોટ શેરી નં. ૯ માં નિકુંજ એપાર્ટમેન્ટ બ્લોક નં. ર૦૧ માં રહેતો પિયુષ સુર્યકાંતભાઇ ગેડીયા (ઉ.વ.૪૩) તેની પત્ની બીનાબેન પિયુષ ગેડીયા અને પુત્ર સાગરની ધરપકડ કરી હતી અને પિયુષ ગેડીયા સામે પણ કેફી પ્રવાહી પીધેલાનો કેસ કરી કાર્યવાહી કરી હતી.

(3:55 pm IST)