Gujarati News

Gujarati News

News of Thursday, 29th November 2018

રાજકોટ લોકસભામાં ભગવો લહેરાશે :નરહરી અમીન

રાજકોટ લોકસભા અંતર્ગત બેઠક યોજાયેલ : રાજકોટ લોકસભાની જીલ્લા ભાજપ દ્વારા તડામાર તૈયારી જવાબદાર કાર્યકર્તાઓને કામગીરી સોપાઇ

રાજકોટ :  લોકસભાસીટની બેઠક રાજકોટ જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે જીલ્લા ભાજપ પ્રમુખશ્રી ડી.કે.સખીયાના અધ્યક્ષતામાં યોજાયેલી હતી. લોકસભા ચુટણી અંતર્ગત કાર્યક્રમો તેમજ બુથના છણાવટ અંગેની ચર્ચા તથા જવાબદાર કાર્યકર્તાઓ ને કામગીરી સોપવામાં આવી હતી. રાજકોટ લોકસભા સીટના પ્રભારી નરહરિભાઇ અમીન, ઇન્ચાર્જશ્રી ધનસુખભાઇ ભંડેરી, સહ-ઇન્ચાર્જશ્રી બાવનજીભાઇ મેતલિયા તથા જીલ્લા સંગઠનના પ્રભારી પ્રકાશભાઇ સોની, રાજકોટ જીલ્લા ભાજપ મહામંત્રી ભાનુભાઇ મેતા, મોરબી જીલ્લા પ્રમુખ રાઘવજીભાઇ ગડારા, મોરબી જીલ્લા મહામંત્રી હિરેનભાઇ પારેખ, લોકસભા સીટના વિસ્તારક ભરતભાઇ ડેલીવાળા સહીત રાજકોટ/મોરબી જીલ્લાના હોદેદારો તથા  મંડળના પ્રમુખ-મહામંત્રીશ્રી, જીલ્લા મોરચાના પ્રમુખશ્રી-મહામંત્રીશ્રીઓ, તા.પં. ના પ્રમુખો, નગરપાલિકાના પ્રમુખો, તેમજ જી. પંચાયત લડેલા ઉમેદવાર સહીતના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

બેઠકમાં ઉપસ્થિત લોકસભા સીટના પ્રભારીશ્રી નરહરિભાઇ અમીને જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રીનરેન્દ્રભાઇ મોદીના અને ગુજરાતના મુખ્ય મંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વમાં દેશ અને ગુજરાત વિકાસની હરણફાળ ભરી રહ્યું છે. પ્રગતિના પંથે આગળ વધી રહ્યું છે. આપણી નેતૃત્વની સરકાર પારદર્શક, સંવેદનશીલ, ગતિશીલ અને પ્રગતિશીલ સરકાર છે. ત્યાર ેલોકસભાસીટમાં પૂર્ણ બહુમતીથી જીત થશે. અને ભાજપનો ભગવો લહેરાશે.

આ તકે પ્રકાશભાઇ સોની, બાવનજીભાઇ મેતલિયા, રાઘવજીભાઇ ગડારાએ વિધાનસભાની ચંુટણી અને તેની રણનીતીનું માર્ગદર્શન પુરૂ પાડયું હતું

(3:52 pm IST)