Gujarati News

Gujarati News

News of Thursday, 29th November 2018

રોટરી કલબ ઓફ રાજકોટ દ્વારા રવિવારે ઈન્ટર સ્કૂલ કવીઝ કોમ્પીટીશન- બેટલ ઓફ માઈન્ડસ

શહેરની શાળાના છાત્રો ભાગ લેશેઃ વિજેતાઓને ઈનામો

રાજકોટ,તા.૨૯: રોટરી કલબ ઓફ રાજકોટ (સંસ્થાના ૮૧ વર્ષ)ના ૭૫માં વર્ષની ઉજવણી રૂપે શરૂ થયેલ ઈન્ટર સ્કુલ કવીઝ કમ્પીટીશન ''બેટલ ઓફ ધ માઈન્ડસ'', આ વર્ષે છઠ્ઠા વર્ષમાં પ્રવેશ કરેલ છે. આ વર્ષે ફરી એકવાર રવિવારે તા.૨ ડીસેમ્બરના શહેરની હાઈસ્કુલના વિદ્યાર્થીઓ વચ્ચે બૌધિક ટકકર, જેની તડામાર તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. સીએ ભવન, રૈયારોડ ખાતે યોજાનાર આ કવીઝમાં રાજકોટની નામાંકિત શાળાના વિદ્યાર્થીઓ ભાગ લેશે.

રાજકોટના બૌધિક પ્રતિભા ધરાવતા વિદ્યાર્થીઓને બહાર આવવાની તક મળે છે, તેઓ પ્રોત્સાહિત થાય તે માટે યોજાતી આ સ્પર્ધામાં વિજેતાને ''સ્વ.શ્રી સૂર્યકાન્ત કોઠારી મેમોરીયલ ટ્રોફી'' તથા રનર્સ અપને પણ મેડલ્સ તેમજ ભાગ લેનાર દરેક વિદ્યાર્થીને સર્ટીફીકેટ આપવામાં આવનાર છે.

આ કવીઝનું મુખ્ય આર્કષણ બેંગલુરૂથી આવતા સુવિખ્યાત કવીઝ માસ્ટર વિનયભાઈ મુદલિયાર છે કે જેઆએ ટાઈમ્સ ઓફ ઈન્ડીયા, ડેકકન હેરાલ્ડ વિગેરે સંસ્થાઓ આયોજીત કવીઝનું સફળ સંચાલન કરેલ છે. રોટરી કલબ ઓફ રાજકોટ દ્વારા વિદ્યાર્થીઓના વિકાસ માટે ઘણા આર્થિક ખર્ચ સાથે આ આયોજન કરેલ છે. જેમાં કોઈપણ પ્રકારની ફી લેવામાં આવતી નથી. ભાગ લેવા ઈચ્છુક શાળાઓએ વધુ વિગત માટે પ્રોજેકટ ચેર.રો.સકિનાબેન ભારમલ (૯૯૦૯૯ ૯૮૦૫૫) નો સંપર્ક કરવા કલબ પ્રેસી.રો.હિના મહેતા અને પૂર્વ પ્રમુખ ચંદ્રેશ મનવાણીની યાદી જણાવે છે.(તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:48 pm IST)