Gujarati News

Gujarati News

News of Thursday, 29th November 2018

અમરેલી મહાસંમેલન અર્થે ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજની કાલે રાજકોટમાં મીટીંગ

પૂ. જીવરાજબાપુ, પૂ. વિજયબાપુના આશીર્વાદથી આયોજીત સમારોહમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને નિમંત્રણ : શ્યામ મંદિર સમિતિ રાજકોટ દ્વારા તડામાર તૈયારી

રાજકોટ તા. ૨૯ : ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ દ્વારા અખિલ ભારતીય મહાસંમેલન આગામી તા. ૨૩ ડીસેમ્બરના  રવિવારે અમરેલી મુકાયે યોજાયુ છે.

અમરેલી જ્ઞાતિ પ્રમુખ, ઉદ્યોગપતિ અને સતાધારની જગ્યાના સેવક શ્રીમતી ઉર્વીબેન તથા ભરતભાઇ ટાંકના આર્થીક સહયોગથી યોજાય રહેલ આ મહા સંમેલનને લઇને તડામાર તૈયારીઓ આરંભવામાં આવી છે.

પૂ. જીવરાજબાપુના શુભઆશિષ સાથે પૂ. વિજયબાપુની ઉપસ્થિતીમાં તા. ૨૩ ડીસેમ્બરના રવિવારે સવારે ૯ થી સાંજ સુધી કમાણી ફોરવર્ડ હાઇસ્કુલ મેદાન, સિવિલ હોસ્પિટલ પાસે, અમરેલી ખાતે યોજાનાર આ મહાસંમેલન દરમિયાન સવારે ૯ થી ૧૧ ચિંતન શિબિર, ૧૧ થી ૧૨ મહીલા ચિંતન શિબિર, બપોરે ૩ વાગ્યાથી મહાસંમેલન પ્રારંભ અને રાત્રે ૮ વાગ્યે 'રંગ દે બસંતી' સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. સંમેલન દરમિયાન બપોરે તથા સાંજે પ્રસાદીની વ્યવસ્થા કરાઇ છે.

દરમિયાન આ ભગીરથ મહાસંમેલનને સફળ બનાવવા રાજકોટ ખાતે પણ પુરજોશમાં તૈયારીઓ આદરવામાં આવી છે.

મહાસંમેલનને લઇને રાજકોટમાં શ્યામ મંદિર, કોઠારીયા રીંગ રોડ ચોકડી ખાતે કાલે તા. ૩૦ ના શુક્રવારે સવારે ૯ વાગ્યાથી અગત્યની મીટીંગ યોજવામાં આવેલ છે.

શ્યામ મંદિર સમિતિના આગેવાનોએ અકિલા ખાતે વિગતો વર્ણવતા જણાવેલ કે તા.૨૩ ના મળનાર આ મહાસંમેલનમાં પૂ. વિજયબાપુ તેમજ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને પણ નિમંત્રણ પાઠવવામાં આવ્યુ છે. જ્ઞાતિ વિકાસ માટે ચર્ચા વિચારણા હાથ ધરાશે.

રાજકોટની શ્યામ મંદિર સમિતિના પ્રમુખ અરવિંદભાઇ રાઠોડ (પ્રમુખ) (મો.૯૪૨૬૮ ૪૯૦૩૭) ના નેતૃત્વમાં  ચંદુભાઇ ગરનારા (ઉપપ્રમુખ), દિનેશ એલ. મારૂ (ખજાનચી), હસુભાઇ જી. કાચા (સભ્ય), વિનુભાઇ યાદવ (સભ્ય), નટુભાઇ કે. વાઘેલા (સભ્ય), મહેશભાઇ સોલંકી (સભ્ય), સાગર આર. પરમાર (સભ્ય), રીતેશભાઇ ટાંક (સભ્ય), નિલેશભાઇ રાઠોડ (સભ્ય), સુરેશભાઇ એમ. ટાંક (સભ્ય), હાર્દીક વી. ટાંક (વોર્ડ નં.૧૩ યુવા ભાજપ પ્રભારી), રાજુભાઇ સોલંકી (ન્યુ ઇન્ડીયન ગ્રુપ પ્રમુખ), મહેશભાઇ કાચા (શ્યામ બચત સમિતિ), રમેશભાઇ સોલંકી (શ્યામ બચત સમિતિ), નિલેશભાઇ ચાવડા (માધવરાયજી ગ્રુપ), અશોક સોલંકી, દિવ્યેશ પરમાર, રવિ મકવાણા (આપા ગીગા યુનિયન), નયનભાઇ મકવાણા (ત્રિવેણી સંગમ ચેરી.ટ્રસ્ટ), ભરતભાઇ વી. રાઠોડ વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

તસ્વીરમાં મહાસંમેલન અને રાજકોટ ખાતે આયોજીત તૈયારી અર્થેની મીટીંગની વિગતો વર્ણવતા શ્યામ મંદિર સમિતિના આગેવાનો નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(3:30 pm IST)