Gujarati News

Gujarati News

News of Thursday, 29th November 2018

વાંઝા સમાજ દ્વારા રવિવારે સમુહલગ્ન

રંભામાની વાડી ૧૫૦ ફુટ રીંગ રોડ ખાતે આયોજન : ૧૦ યુગલો લગ્નગ્રંથીથી જોડાશે

રાજકોટ તા. ૨૯ : અખિલ સમસ્ત વાંઝા સમાજ દ્વારા આગામી તા. ૨ ડીસેમ્બરના રવિવારે દ્વીતીય સમુહલગ્નનું આયોજન કરાયુ છે.

રંભામાની વાડી, ૧૫૦ ફુટ રીંગ રોડ, હેમતનગર, શીતલ પાર્ક બસ સ્ટોપવાળી શેરી, રાજકોટ ખાતે આયોજીત આ સમુહલગ્નમાં ૧૦ યુગલો સમુહમાં લગ્નગ્રંથીથી જોડાશે.

પુર્વ દિવસ તા.૧ ના શનિવારે રાત્રે ૮ વાગ્યે દાંડીયા રાસ રાખેલ છે. તેમજ તા. ર ના રવિવારે સવારે ૬.૩૦ વાગ્યે ૬.૩૦, હસ્ત મેળાપ સવારે ૧૦ વાગ્યે, ભોજન સમારોહ બપોરે ૧૨ વાગ્યે, સત્કાર સમારોહ બપોરે ર વાગ્યે અને ૩ વાગ્યે જાનને વિદાય અપાશે.

દાતાઓના સહયોગથી તમામ દિકરીઓને જીવન ઉપયોગી વિવિધ વસ્તુઓ કરીયાવરમાં અપાશે.

સમગ્ર આયોજન માટે અખિલ સમસ્ત વાંઝા સમાજ પ્રમુખ સુરેશભાઇ મોહનભાઇ ચાવડા (મો.૯૯૨૫૯ ૧૩૧૨૯), ઉપપ્રમુખ જગદીશચંદ્ર કામોઠી, મોહનભાઇ વાઢેર, રમેશભાઇ ગઢીયા, મંત્રી વિનુભાઇ કામોઠી, સહમંત્રી દિપકભાઇ વઢવાણા, ખજાનચી લાલજીભાઇ ભરખડા, યુવક મંડળના પ્રમુખ ભરભાઇ વઢવાણા, ટ્રસ્ટી જગદીશભાઇ કામોઠી, શાંતિભાઇ ભરખડા, કિશોરભાઇ ભરખડા, હસમુખભાઇ વાજા, કિશોરભાઇ કામોઠી, નવનીતભાઇ ગોહેલ, વિજયભાઇ હેમંતલાલ વાઘેલા, મહીલા મંડળના પ્રમુખ કુ. માયાબેન વી. ચુડાસમાના માર્ગદર્શન હેઠળ કમીટી મેમ્બરો જહેમત ઉઠાવી રહ્યા છે.

તસ્વીરમાં સમુહલગ્ન આયોજન અંગેની વિગતો વર્ણવતા જગદીશભાઇ ચુડાસમા (મો.૯૯૭૪૬ ૮૩૩૯૧), સતિષભાઇ સીકોત્રા (મો.૯૪૨૮૧ ૫૭૬૯૧), દીવ્યેશભાઇ પરમાર, કિશોરભાઇ વાઢેર, વત્સલ પરમાર નજરે પડે છે.

(3:27 pm IST)