Gujarati News

Gujarati News

News of Thursday, 29th November 2018

કક્કડ પરિવાર આયોજીત ભાગવત કથામાં રામ જન્મ- નંદોત્સવની ઉજવણી

પૂ.ભાનુમાના સ્મરણાર્થે જલારામ પ્રાર્થના મંદિરે યોજીત સંગીતમય ભાગવત કથાનો લાભ લેતા ભાવિકોઃ કાલે સમાપન

રાજકોટઃ જાણીતા ઉદ્યોગપતિ અને લોહાણા અગ્રણી શ્રી તેજસભાઈ તુલસીભાઈ કક્કડ અને શ્રીમતિ જયશ્રીબેન તથા શ્રી દિલીપભાઈ નિલાબેન, શ્રી કોકીલભાઈ તરૂલતાબેન, શ્રી અશોકભાઈ ચેતનાબેન, શ્રી હિતેષકુમાર રાયચુરા અને સમસ્ત કક્કડ પરિવાર આયોજીત શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં સુપ્રસિધ્ધ કથાકાર પૂ.શ્રી મીરાબેન ભટ્ટ કથાનું સંગીતમય રસપાન કરાવી રહ્યા છે. પૂ.ભાનુમાના સ્મરણાર્થે આયોજીત આ ભાગવત કથામાં વામન જન્મ, રામ પ્રાગટય, શ્રી કૃષ્ણ જન્મોત્સવ, ગોવર્ધન પૂજા, રાસલીલાના પ્રસંગની ધામધુમથી ઉજવણી કરવામાં આવી હતી. આજરોજ સાંજે રૂક્ષ્મણી વિવાહનો પ્રસંગ ઉજવાશે. આવતીકાલે કથાનું સમાપન થશે. દરમિયાન આર્ષ વિદ્યા મંદિરના પૂ.પરમાત્માનંદજીએ પણ પધરામણી કરી કથામૃતનો લાભ લીધો હતો.

(3:27 pm IST)