Gujarati News

Gujarati News

News of Thursday, 29th November 2018

શહેરમાં પ્રથમ વોર્ડ નં. ૧૩ માં સ્માર્ટ ઓફીસ બનશે

કોંગી કોર્પોરેટર જાગૃતીબેન ડાંગરની રજુઆત સફળ

રાજકોટ, તા., ૨૯: શહેરના વોર્ડ નં. ૧૩ ની ઓફીસ આધુનીક સુવિધા સહીતની બનાવવા કોંગી કોર્પોરેટર જાગૃતીબેન ડાંગર દ્વારા રજુઆત કરવામાં આવી હતી. જે અન્વયે ગુરૂપ્રસાદ ચોક વિસ્તારમાં વોર્ડની ઓફીસ સ્માર્ટ બનાવવાનો પ્રારંભ આજથી તંત્ર દ્વારા કરવામાં આવ્યો હોવાનું તેઓની યાદીમાં જણાવાયું છે.

 જાગૃતિબેન ડાંગરે જણાવ્યું હતું કે વિસ્તાર વાસીઓમાં તમામ સરકારી સુવીધાઓ અને યોજનાઓનો લાભ લોકોને ત્વરીત મળે તેમજ અરજદારોને પોતાના કામ અંગે ધરમના ધક્કા ન ખાવા પડે તેવી રજુઆત પણ અવારનવાર  કરેલ હોય જેને પગલે આજરોજ મ.ન.પા. ના ડેપ્યુટી કમીશ્નર શ્રી નંદાણી, સીટી ઇજનેર શ્રી કામલીયા, ડેપ્યુટી ઇજનેર શ્રી કોટક અને વોર્ડ ઓફીસર ફાલ્ગુનીબેન કલ્યાણીની ઉપસ્થિતીમાં વોર્ડ ઓફીસનું કામ શરૂ કરવામાં આવ્યું હતું આમ જાગૃતિબેને મ્યુનિ. કમિશ્નર સહીતના અધિકારીઓનો આભાર માન્યો હતો.

(3:24 pm IST)