Gujarati News

Gujarati News

News of Thursday, 29th November 2018

સિવિલ હોસ્પિટલ સામે એસબીઆઇ પાસેથી બેભાન મળેલા વૃધ્ધનું મોત

અજાણ્યા મૃતકના વાલીવારસ હોય તો પોલીસનો સંપર્ક કરવો

રાજકોટ તા. ૨૯: સિવિલ હોસ્પિટલના ગેઇટ સામે એસબીઆઇ બેંકની ફૂટપાથ પરથી અજાણ્યા આશરે ૬૦ થી ૬૫ વર્ષના વૃધ્ધ બેભાન મળતાં રમણિકભાઇ પરમારે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. હોસ્પિટલ ચોકીના થોભણભાઇ ટીલારા અને દિપસિંહ ચોૈહાણે જાણ કરતાં એ-ડિવીઝન પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતક વૃધ્ધે સફેદ મેલા જેવો શર્ટ અને સફેદ રંગની ફુલ ડિઝાઇનની ચડ્ડી પહેરી છે. વાને શ્યામ વર્ણના છે. બિમારીથી મોત નિપજ્યાની શકયતા છે. તસ્વીરમાં દેખાતા કોઇ મૃતકના સગા સંબંધી હોય તો એ-ડિવીઝન પોલીસનો ફોન ૦૨૮૧ ૨૨૨૬૬૫૯ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે. પીએસઆઇ વી. એમ. ડોડીયા અને સાજીદભાઇ વધુ તપાસ કરે છે.

(11:45 am IST)