Gujarati News

Gujarati News

News of Thursday, 29th November 2018

૯ જર્જીસનીબઢતી સાથે બદલીઃ રાજકોટના એમ.એમ. બાબીની ગીર સોમનાથ ડીસ્ટ્રીકટ જજ તરીકે બદલી

રાજકોટ જિલ્લામાં ફરજ બજાવતા જજશ્રી એચ.એ. દવે, આર. એલ. ઠક્કર, ડી. ડી. ઠક્કર, જે. એન. વ્યાસ, એચ.બી. ત્રિવેદી, એમ.પી. પુરોહીત, ટી.એસ. બ્રહ્મભટ્ટ, જે.એ. ઠક્કરની બદલી

રાજકોટ, તા., ર૯ : લાંબા સમયના ઇંતેજાર બાદ ગઇકાલે ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટીસ અને જસ્ટીસશ્રીઓએ ૯ એડીશ્નલ જજીસની બદલી સાથે બઢતીના હૂકમો કર્યા છે.

રાજકોટના એડીશ્નલ ડીસ્ટીકટ જજ એન્ડ એડીશ્નલ સેશન્સ જજશ્રી એમ. એમ. બાબીની બઢતી સાથે ગીર સોમનાથ જીલ્લાના મુખ્ય ડીસ્ટ્રીકટ જજ તરીકે બદલી થઇ છે.

જયારે રાજકોટ જીલ્લામાં ધોરાજી ખાતે બીજા એડીશ્નલ ડીસ્ટ્રીકટ જજ એન્ડ સેસન્સ જજ શ્રી એચ.એ.દવેની એડીશ્નલ ડીસ્ટ્રીકટ જજ એન્ડ એડીશ્નલ સેસન્સ જજ તરીકે ધોરાજી ખાતે બદલી થઇ છે. જયારે ત્રીજા એડીશ્નલ ડીસ્ટ્રીકટ જજ એન્ડ એડીશ્નલ સેસન્સ જજ રાજકોટ શ્રી આર.એલ.ઠક્કરની બીજા એડીશ્નલ ડીસ્ટ્રીકટ જજ એન્ડ એડીશ્નલ સેસન્સ જજ તરીકે રાજકોટ ખાતે બદલી થઇ છે. જયારે ચોથા એડીશ્નલ ડીસ્ટ્રીકટ જજ એન્ડ એડીશ્નલ સેસન્સ જજ શ્રી ડી.ડી.ઠક્કરની ત્રીજા એડીશ્નલ ડીસ્ટ્રીકટ જજ એન્ડ એડીશ્નલ સેસન્સ જજ તરીકે રાજકોટ ખાતે બદલી થઇ છે. પાંચમાં એડીશ્નલ ડીસ્ટ્રીકટ જજ એન્ડ એડીશ્નલ સેસન્સ જજ ગોંડલ શ્રી જે.એન.વ્યાસની ચોથા એડીશ્નલ ડીસ્ટ્રીકટ જજ એન્ડ એડીશ્નલ સેસન્સ જજ ગોંડલ ખાતે બદલી થઇ છે. જયારે છઠ્ઠા એડીશ્નલ ડીસ્ટ્રીકટ જજ એન્ડ એડીશ્નલ સેસન્સ જજ શ્રી એચ.બી.ત્રિવેદીની પાંચમા એડીશ્નલ ડીસ્ટ્રીકટ જજ એન્ડ એડીશ્નલ સેસન્સ જજ તરીકે રાજકોટ ખાતે નિમણુંક થઇ છે. જયારે સાતમાં એડીશ્નલ ડીસ્ટ્રીકટ જજ એન્ડ એડીશ્નલ સેસન્સ જજ ગોંડલ શ્રી એમ.પી. પુરોહીતની છઠ્ઠા એડીશ્નલ ડીસ્ટ્રીકટ જજ એન્ડ એડીશ્નલ સેસન્સ જજ ગોંડલ ખાતે બદલી થઇ છે. જયારે આઠમાં એડીશ્નલ ડીસ્ટ્રીકટ જજ એન્ડ એડીશ્નલ સેસન્સ જજ રાજકોટ શ્રી ટી.એસ.બ્રહ્મભટ્ટની સાતમાં એડીશ્નલ ડીસ્ટ્રીકટ જજ એન્ડ એડીશ્નલ સેસન્સ જજ રાજકોટ તરીકે તેમજ નવમાં એડીશ્નલ ડીસ્ટ્રીકટ જજ એન્ડ એડીશ્નલ સેસન્સ જજ જેતપુર શ્રી જે.એ.ઠક્કર ની આઠમાં એડીશ્નલ ડીસ્ટ્રીકટ જજ અને એડીશ્નલ સેસન્સ જજ જેતપુર તરીકે બદલી થઇ છે. (૪.૧)

(11:44 am IST)