Gujarati News

Gujarati News

News of Thursday, 29th October 2020

કેશુબાપાને વાંકાનેર સાથે ગાઢ નાતો રહ્યો હતો, સમગ્ર પંથકમાં ઘેરો શોક

રાજકોટ : સને ૧૯૭૮માં વાંકાનેર વિધાનસભાની ચૂંટણી કેશુબાપાએ લડેલ ત્યારે એ.કે. પિરઝાદા સામે ચૂંટણી લડયા હતાં. સ્વ. રસિકલાલ અનડકટ સાથે માત્ર રાજકીય જ નહીં પણ આત્મીય સબંધો અને પારિવારિક સંબંધો પણ હતા. તેઓ દ્વારા સ્વ. રસિકલાલ રાજકીય ઘડતર પણ કરેલ અને વાંકાનેર પંથકમાં કેશુબાપાને વાંકાનેરના મચ્છુ ડેમ ખાતે લોટ દળવાની ઘંટી પણ હતી અને વાંકાનેર પંથકના મેસરિયા ગામના વતની સ્વ. જાદવજી અદા પૂજારા સાથે નાનપણની મિત્રતા આમ કેશુબાપાને વાંકાનેર સાથે ગાઢ નાતો હતો. ખૂબ જ સંઘર્ષ કરી ભાજપને વટવૃક્ષ બનાવેલ અને ગુજરાતના એટલે જ ખરા અર્થમાં જનનાયક અને સૌના હૃદયસમ્રાટ એવા પૂર્વ મુખ્યમંત્રી સ્વ.શ્રી કેશુભાઇ પટેલ (બાપા)ને અનડકટ પરિવાર દ્વારા અશ્રુભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

(3:30 pm IST)