Gujarati News

Gujarati News

News of Thursday, 29th October 2020

ત્રણ દિવસમાં રાજકોટ શહેર-જીલ્લામાં રરર ખેડૂતો પાસેથી ૪ લાખ રપ હજાર કિલો મગફળીની ખરીદીઃ ૪ કેન્દ્રોમાં ખાતુ પણ ખુલ્યું નથી!!

ત્રણ દિવસમાં રરર ખેડૂતોએ મગફળી વેચીઃ ૧પ ખેડૂતોની મગફળી રીજેકટ કરાઇ... : વિંછીયા-ધોરાજી તથા જામકંડોરણાના બે કેન્દ્રોમાં કોઇ ખેડૂત ફરકયા નથીઃ આજે પણ ૧ હજાર SMS મોકલાયાઃ ૧પ૦ ખેડૂતો આવ્યા

રાજકોટ તા. ર૯: રાજકોટ શહેર-જીલ્લામાં હાલ પુરવઠા તંત્ર દ્વારા મગફળી ખરીદી ચાલી રહી છે, આ અંગે માહિતી આપતા, એડીશ્નલ કલેકટરશ્રી પરિમલ પંડયાએ પત્રકારોને જણાવ્યું હતું કે, ર૬મીથી શરૂ થયેલ મગફળી ખરીદીમાં ગઇકાલ સુધીમાં એટલે કે ત્રણ દિવસમાં, રરર ખેડૂતો પાસેથી ૪રપ.૩૩ મેટ્રીક ટન એટલે કે ૪ લાખ રપ હજાર કિલો મગફળીની ખરીદી થઇ છે, જેના નાણા આવતા અઠવાડિયાથી ખેડૂતોના ખાતામાં પૈસા જમા કરવાનું શરૂ થઇ જશે.

તેમણે જણાવેલ કે, કુલ રર કેન્દ્રો ઉપર મગફળી વેચવા ખેડૂતો આવરી રહ્યા છે, અતરે એ નોંધનીય અને આશ્ચર્યજનક બાબત એ છે કે, જામકંડોરણાના કેન્દ્ર નંબર ર અને ૩ તથા વિંછીયા-ધોરાજીના કેન્દ્રો ઉપર એક પણ ખેડૂત હજુ મગફળી વેચવા આવ્યા જ નથી, કોઇ ખેડૂતે ખાતું ખોલાવ્યું જ નથી, એ ઉપરાંત રરર ખેડુતો વેચવા આવ્યા તેમાં ૧પ ખેડૂતોની મગફળી રીજેકટ થઇ છે, જેમાં જુદા જુદા કારણો દર્શાવાયા છે. આજે પણ ૧ હજારથી વધુ ખેડૂતોને મેસેજ મોકલાયા છે, અને તેમાંથી બપોર સુધીમાં ૧પ૦ ખેડુતો મગફળી વેચવા આવ્યા છે.

(3:28 pm IST)